સુરતનો પરિવાર મહુવા નદીએ નાહવા માટે ગયો અને આખો પરિવાર વિખેરાય ગયો, જાણો એવું તો શું થયું કે પરિવારના સભ્યો વહેતા પાણીમાં તણાયા

સુરતના પરિવારની અંતિમ તસવીરો જોઈને તમારી પણ આંખ ભીની થઇ જશે, આંખે આખો માળો વેરવિખેર થઇ ગયો જુઓ

હાલ કોરોનાનો પ્રકોપ ઓછો થવાના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે, અને વિવિધ પ્રવાસન સ્થળો ઉપર પણ જવા લાગ્યા છે. પ્રવાસન સ્થળો ઉપર લોકોની મોટી ભીડ પણ ઉમટતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઘણી દુર્ઘટનાઓ પણ ઘટવાના સમાચાર સોશિયલ મીડિયા અને સમાચારમાં જોવા મળે છે. હાલ એવી જ એક ખબર મહુવાથી આવી રહી છે. જ્યાં સુરતનો એક પરિવાર નદીમાં નાહવા ગયો અને તેમની સાથે દુર્ઘટના ઘટી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લીંબાયતમાં રહેતા મુસ્લિમ પરિવારના દીકરાના એક માસ પહેલાં જ લગ્ન થયા હોઈ, ગત મંગળવારના રોજ  મહુવાના કુમકોતર ખાતે આવેલી જોરાવર પીરબાવાની દરગાહની લીધેલી મન્નત પૂરી કરવા આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવી નવદંપતી સહિત પરિવારના સભ્યો નદીના પાણીમાં નવદંપતિ સહિત પરિવારના 5 સભ્યો ગરકાવ થઈ ગયા હતા.

આ નવદંપતિની પાણીમાં રાત્રે શોધ ખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી. આ ઘટનાની જાણ થતાં પિતા અને ભાઈ સુરતથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્યો ડૂબી જતાં તેમના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગત રોજ બે મહિલાના મૃતદેહ મળ્યા બાદ આજે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

આરીફશા સલીમશા ફકીર શહેરમાં કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલાં જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માગી હતી, જે પૂરી કરવા માટે મંગળવારે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા.

યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. દીકરાને ડૂબતો જોઈ માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતાં તે પણ ખેંચાઈ ગઈ હતી, એ જોતાં પત્ની સમીમબી આરીફશા ફકીરે બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગતાં અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂક્ષારબી જાકુરશા ફકીર પણ બચાવવા જતાં ઊંડા પાણીમાં ખેંચાઈ ગયાં હતાં. જોતજોતાંમાં પરિવારના 5 સભ્ય પાણીમાં ગરક થયા હતા.

બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નાહવા પડ્યા નહોતાં. તેમણે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ખેંચાયાં હતાં. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (55) અને પરવીનબી જાવીદશા ફકીર (30)ના મૃતદેહ મળ્યા હતા, જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી. આજે ફરી શોધખોળ કરવામાં આવતા રૂક્ષારબી જાકુરશા ફકીરનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ નવદંપતીની શોધખોળ ચાલુ છે.

નદીની અનાદર તણાતા પહેલા તેમને કેટલીક તસવીરો પણ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. જે પણ સામે આવી છે. આ તસ્વીરોની અંદર પરિવાર હસી ખુશીની ક્ષણો વીતાવવાતો પણ જોવા મળી રહ્યો છે.

Niraj Patel