સુરતના ડાયમંડ કંપનીના મેનેજર સાથે થઇ ગયો કાંડ ! કોલગર્લ સાથે મજા કરવાના ચક્કરમાં લૂંટાઈ ગયો…

સુરતમાં સુંદર કોલગર્લ સાથે OYO રૂમમાં મજા કરવાના ચક્કરમાં ફોટો જોઈને લલચાયેલા મેનેજરે લાખો ગુમાવ્યા, તમે પણ જરૂર ને જરૂર વાંચજો આ કિસ્સો…

ગુજરાતમાંથી ઘણીવાર ફ્રોડના કિસ્સા સામે આવે છે, જેમાં કોઇ વ્યક્તિને ફસાવી હજારો લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતના ડાયમંડ કંપનીના મેનેજરે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉધના મગદલા રોડ પર રહેતા આ મેનેજરે લલના સાથે સહવાસના ચક્કરમાં 1.73 લાખ ગુમાવવાનો વારો આવ્યો. જો કે, આ મામલે પીડિત દ્વારા ફરિયાદ નોંધાવતા કોલગર્લ પૂરી પાડવાના નામે રૂપિયા પડાવી લેનારની પોલીસે અટકાયત કરી હતી. મુખ્ય સૂત્રધાર રાજસ્થાન હોવાને કારણે સુરત પોલીસ રાજસ્થાન પહોંચી
અને ત્યાં છુપાયેલા આ આરોપીને ઝડપી પાડ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા અને કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો યુવક નવેમ્બરમાં સાંજે ઉધના દરવાજા પાસે ઉભો હતો ત્યારે જ તેને હળવાશ માણવાની ઈચ્છા થઈ અને તેણે ગુગલમાં હોટલ સર્ચ કરી. જે બાદ મળેલા નંબર પર કોલ કરી રૂમ અને છોકરી બુકીંગ માટે કહ્યું. તે બાદ કોલ રીસીવ કરનાર વ્યક્તિએ 499માં રૂમ બુક કરવા માટે ટ્રાન્સફર કરવા કહ્યું અને એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ દિવ્ય સિંહે મેનેજરને સહરા દરવાજા નજીક ન્યુ ઓવરબ્રિજના નાકે આવેલી OYOમાં બોલાવ્યો.

દિગ્વિજય સિંહ તેને હોટલમાં નીચે જઈ ઉભા રહેવા કહ્યુ અને તે બાદ જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબર ઉપર કોલ કર્યો તો વોટ્સએપથી કેટલી છોકરીઓના ફોટા મોકલ્યા. જે બાદ મેનેજરે એક છોકરીનો ફોટો પસંદ કરી દિગ્વિજયસિંહને તે પરત મોકલ્યો. છોકરી જોડે મજા કરવાના બદલામાં મેનેજર પાસે 1.73 લાખ રૂપિયા માંગવામાં આવ્યા અને ત્રણ કલાકના આટલા રૂપિયા ચૂકવવા છતાં મેનેજરને રૂમ પણ ના મળ્યો અને ના છોકરી મળી.

જે બાદ મનેજરને પોતાની સાથે થયેલ છેતરપીંડીનો ભાસ થતા તેણે સુરતના ખટોદરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી અને પોલિસે આ મામલે ગુનો દાખલ કરી બેન્ક એકાઉન્ટની વિગત અને જ્યાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગત આધારે તપાસ કરી. આ દરમિયાન એક મોબાઈલ નંબર મળી આવ્યો અને પોલીસ આ વિગતોના આધારે ચાંગોદરા જીઆઇડીસી પહોંચી અને ત્યાંથી મોબાઈલ ધારક રવિની ધરપકડ કરી.

જે બાદ આ કરતૂત તેણે પોતે નહીં પણ તેના ભાઈ ભાવેશ પાટીલે કરી હોવાની વાત કરતા પોલિસે રવિને સાથે રાખી ભાવેશની શોધ કરી અને તે રાજસ્થાનના ડુંગરપુર પાસે આવેલ ગલિયાના ગામ ખાતે સંતાયો હોવાની જાણ થતા પોલિસ ત્યાં પહોંચી અને કુરિયર બોયનો સ્વાંગ રચી પાર્સલ આપવાની વાત તેના ઘરે કરી તેનો નંબર મેળવ્યો. જે બાદ પોલિસે ભાવેશનો સંપર્ક કરી તેને વિશ્વાસમાં લીધો અને પાર્સલ લેવા બોલાવ્યો. બસ ત્યારે જ ભાવેશ પાર્સલ લેતા આવતા તેને ઝડપી પાડ્યો. પોલિસે આરોપી પાસેથી 60,000 રોકડા કબજે કર્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina