રામલલા પહેરશે 11 કરોડનો મુકુટ, સુરતના હીરા વેપારીએ રામ મંદિરમાં કર્યુ દાન, સોના-ચાંદી સાથે જડેલા છે બહુમૂલ્ય રત્ન

સુરતના આ વ્યક્તિએ રામ મંદિર માટે કર્યુ સૌથી મોટુ દાન, 11 કરોડ રૂપિયાનો મુકુટ કર્યો ભેટ, તસવીરો જોઈ તમે પણ દર્શન કરો

અયોધ્યાના ઇતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો દિવસ ઐતિહાસિક રહ્યો. રામ જન્મભૂમિ પર બનેલ રામ મંદિરમાં ભગવાન રામલલા વિધિવત રૂપથી વિરાજમાન થઇ ચૂક્યા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલ ભગવાન શ્રી રામના મંદિર માટે સુરતના ડાયમંડ વેપારીએ 11 કરોડ રૂપિયાની કિંમતનો મુકુટ દાન કર્યો છે. મુકુટ દાન કરવા માટે ડાયમંડ વેપારી પોતાના પરિવાર સાથે અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા.

સુરતના ડાયમંડ વેપારી મુકેશ પટેલે પોતાની ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં જ સોના, ડાયમંડ અને નીલમ જડિત 6 કિલો વજનનો ભગવાન રામલલા માટે મુકુટ તૈયાર કરાવ્યો હતો. 11 કરોડની કિંમતથી બનેલ મુકુટને ભેટ કરવા માટે મુકેશ પટેલ સહ પરિવાર રામલલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચ્યા હતા અને મંદિરના મુખ્ય પૂજારીને ગર્ભ ગહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભગવાન શ્રી રામલલા માટે તૈયાર કરવામાં આવેલ સોના અને અન્ય આભૂષણો જડિત મુકુટને અર્પણ કર્યો હતો.

વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યુ કે, ગ્રીન લૈબ ડાયમંડ કંપનીના માલિક મુકેશ ભાઇ પટેલે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં વિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે કેટલાક આભૂષણ અર્પણ કરવા વિચાર્યુ હતુ. જેના અનુસંધાનમાં ગ્રીન લૈબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પરિજનો અને કંપનીમાં પરામર્શ કરી એ નક્કી કર્યુ કે તે ભગવાન રામ માટે સોના અને અન્ય આભૂષણોથી જડિત મુકુટ અર્પણ કરશે.

ભગવાન રામલલાની મૂર્તિના મુકુટ માટે માપ લેવા માટે કંપનીએ બે કર્મચારી મોકલ્યા હતા. કંપનીના કર્મચારી મૂર્તિનું માપ લઇ સુરત આવ્યા અને તે પછી મુકુટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ.કુલ 6 કિલો વજનના આ મુકુટમાં 4 કિલો સોનાનો ઉપયોગ થયો છે, તે ઉપરાંત નાના-મોટા સાઇઝના ડાયમંડ, માણેક, મોતી અને નીલમ જેવા રત્ન જડેલા છે.

તમામ સામગ્રીનો ઉપયોગ કર્યા બાદ મુકુટનું જે સ્વરૂપ સજ્યુ છે તે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં વિરાજમાન થયેલ ભગવાન રામને ભેટ કરવામાં આવ્યુ. સુરતના ડાયમંડ વેપારી મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના મંત્રી ચંપતરાયજી વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી અને દિનેશ નાવડિયાની ઉપસ્થિતિમાં 11 કરોડનો મુકુટ અર્પણ કર્યો હતો.

Shah Jina