સુરત હિટ એન્ડ રન કેસમાં પોલીસે અતુલ વેકરિયાની જામીન રદ્દ કરવાની આપી અરજી, પરિવારે કહ્યું, ‘મારી વહાલસોયી દીકરીથી બીજું કોઈનું…’

સુરતની અંદર નામચીન બેકરીના માલિક અતુલ વેકરીયા દ્વારા થોડા દિવસ પહેલાજ  પોતાની વૈભવી કાર લઈને જતા 3-4 મોપેડને અડફેટે લીધા હતા. જેમાં એક યુવતિનું મોત પણ થયું હતું. આ બાબતે અતુલ વેકરીયા વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માતનો ગુન્હો નોંધીને પોલીસે અતુલ વેકરિયાની ધરપકડ કરી હતી.

અતુલ વેકરિયાની કાર દ્વારા થયેલા અકસ્માતમાં ઉર્વશી ચૌધરી નામની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેને લઈને હવે લોકો અતુલ વેકરિયાને સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે આ બાબતે અતુલ વેકરીયા વિરુદ્ધ 304ની ધારા લાગ્યા બાદ બુધવારના રોજ કોર્ટમાં પોલીસ દ્વારા જમીન રદ્દ કરવા માટે અરજી આપી છે.

આ અરજી ઉપર દલીલ બાદથી જ કોર્ટ કોઈ આદેશ આપશે. દારૂ પી અને ગાડી ચલાવવાના આરોપી અતુલ વેકરીયાની વિરુદ્ધ પોલીસે પહેલા 304એ કલમ લગાવી હતી. જેના કારણે તેને સરળતાથી જામીન મળી ગઈ હતી. ત્યારબાદ પોલીસે મંગળવારે કલમ 304 અને 185 લગાવી છે.

જામીન રદ્દ કરવાની અરજી થયા બાદ જ્યાં એક તરફ આરોપી ઉપર બીજીવાર શિકંજો કસાઈ રહ્યો છે તો બીજી તરફ તે અગ્રીમ જમાનત પણ લઇ શકે છે. એડવોકેટ નદીમ ચૌધારુએ જણાવ્યું હતું કે વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા આવી ઘટના થઇ હતી.

તો બીજી તરફ ઉર્વશી ચૌધરીનો પરિવાર પણ ન્યાય માટે રાહ જોઈને બેઠો છે. અલગ અલગ સંગઠનો દ્વારા પણ ઉર્વશીને ન્યાય અપાવવા માટેની પહેલ શરૂ થઇ છે.

ત્યારે હવે અકસ્માતના કેસમાં અતુલ વેકરિયા સામે સાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરાશે. સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો પણ અલગથી કેસ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

Niraj Patel