જીવલેણ હાર્ટ એટેક ! સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, દૂધ પીધા બાદ અચાનક ઢળી પડ્યો

દૂધ પીધા બાદ ઢળી પડ્યો, હાર્ટ એટેકથી યુવકનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ગુજરાતમાંથી હાર્ટ એટેકના ઘણા મામલા સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી તો નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે, જે ઘણી ચિંતાજનક બાબત છે. હાલમાં સુરતમાંથી વધુ એક હાર્ટ-એટેકનો કિસ્સો સામે આવ્યો, જેમાં 40 વર્ષીય યુવકને ઓફિસથી ઘરે આવ્યા પછી ગભરામણ ચાલુ થઈ અને તે પછી તેને પીવા માટે દૂધ આપ્યા બાદ તે અચાનક ઢળી પડ્યો.

સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત

ઘટનાને પગલે તાત્કાલિક તેને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પણ તબીબે તેને મૃત જાહેર કર્યો. હાલ તો યુવકનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું. જો કે, દીકરાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઊગત રોડ ખાતે આવેલા આનંદ વિલામાં રહેતા ચેતન્ય દિલીપભાઈ પટેલના પરિવારમાં બે દીકરી, પત્ની અને માતા-પિતા છે. તેઓ ઈન્શ્યોરન્સ સર્વેયર તરીકે કામ કરતા હતા.

દૂધ પીધા બાદ અચાનક ઢળી પડ્યો

ત્યારે ઓફિસથી ઘરે આવ્યા બાદ તેમને અચાનક શરીરમાં ગભરામણ જેવું લાગ્યું અને બાદમાં તેઓ દૂધ પીતાં પીતાં ઢળી પડ્યા. તે પછી 108ની મદદથી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ ત્યાં તેમને મૃત જાહેર કરાયા. ડોક્ટરે તેમનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું કહ્યું હતુ. એવું સામે આવ્યુ છે કે ના તો મૃતકને કોરોના થયો હતો અને ના તો તેમને કોઇ બીમારી હતી.

Shah Jina