કલેક્ટર યુવક સાથે ‘દાદાગીરી’ કરતા ઝડપાયા, વીડિયો Viral થતા CM એ કરી કાર્યવાહી, જીવનભર યાદ રાખશે

કલેક્ટર હોય કે સચિવ દરેક ઓફિસરો આખરે તો પ્રજાના સેવક જ છે. ભારત લોકશાહી દેશ છે તો એ ખૂબસૂરતી છે અહીંયા પ્રજા સર્વોપરી છે.

કાયદાની મર્યાદા લાંધી જતા ઓફિસરો ક્યારેક ક્યારેક પોતાની સત્તામાં હોંશ ખોઈ બેઠતા હોય છે અને એવું કૃત્ય કરી બેસે છે કે જેનું પરિણામ ભયાનક આવતું હોય છે.

આવું જ એક કૃત્ય છત્તીસગઢ રાજ્યના સૂરજપુરના કલેક્ટર રણબીર શર્માએ કર્યુ દીધું. તેમમે લોકડાઉનમાં સાવ નાનકડી વાત પર એક યુવક સાથે રસ્તામાં જીભાજોડી કરી. એટલું જ નહીં તે યુવકનો ફોન નીચે પટકી દીધો અને તોડી નાખ્યો અને તેની સાથે લાફાવાળી કરી.

પછી આ મેટર પહોંચી છત્તીસગઢના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેશ બધેલના દરબારમાં. CM બઘેલે મોકાની નજાકતને જોતા જરાય વિલંબ કર્યા વગર લોકોના ગુસ્સાને ઠારવાનો નિર્ણય કર્યો. કલેક્ટરને તેની કરતૂતોનું પરિણામ મળ્યું અને કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલી થઈ.

આ વીડિયો બાબતે કલેક્ટરે પોતાનો બચાવ કરતો એક વીડિયો પોસ્ટ અપલોડ કર્યો હતો. જેમાં તે બોલી રહ્યા છે કે, ‘‘જાણી જોઈને મારો વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે.’ આખા દેશમાં વીડિયો વાઇરલ થતા આજે સવારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ IASને કલેક્ટર પદથી હટાવી દીધા છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે કલેક્ટરે ઠાઠથી એક હાથ ખિસ્સામાં રાખીને બીજા હાથથી સામાન્ય જનતા પર રોફ જમાવીને થપ્પડ માર્યો હતો.

મહત્ત્વનું છે કે, આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયાં પછી દરેક લોકો કલેક્ટરની નિંદા કરી રહ્યા છે. લોકડાઉન સમયે કોરોનાની તપાસ કરવા માટે જતા લોકો પર અને વિવિધ વ્યવસાય માટે બહાર નીકળતા લોકો પર કલેક્ટરે લાઠીચાર્જ કરાવ્યો હતો.

YC