વેલેન્ટાઇન ડે પર સની લિયોનને પતિએ આપ્યુ રોમેન્ટિક સરપ્રાઇઝ, જોઇને ભાવુક થઇ ગઇ એક્ટ્રેસ- વાયરલ થયો વીડિયો
વેલેન્ટાઈન ડે પર બોલિવૂડ સ્ટાર સની લિયોનને તેના પતિ ડેનિયલ વેબર તરફથી રોમેન્ટિક સરપ્રાઈઝ મળી હતી. આ જોઈને સની લિયોન ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. ડેનિયલે સની લિયોન માટે ખૂબ જ સુંદર રીતે રૂમ ડેકોરેટ કર્યો હતો. ડેકોરેશનમાં તેણે રેડ ફુગ્ગાનો યુઝ કર્યો હતો. આ ઉપરાંત સનીની મનપસંદ વસ્તુઓ જેમ કે ચોકલેટ, ડ્રિંક્સ વગેરે પણ રાખ્યા હતા.
સની લિયોનને પતિએ આપ્યુ વેલેન્ટાઇન ડે પર રોમેન્ટિક સરપ્રાઇઝ
આ સરપ્રાઈઝનો વીડિયો શેર કરતી વખતે સનીએ કેપ્શન લખ્યું, ‘ડેનિયલ તરફથી કેટલું સુંદર રોમેન્ટિક સરપ્રાઈઝ, હું આશ્ચર્યચકિત છું અને મારા માટે આટલી સુંદર વસ્તુઓ ફક્ત તમે જ કરી શકો. હું તને પ્રેમ કરું છું મારી જાન! વેલેનટાઈન્સ દિવસની શુભેચ્છા. રાજ, જિન્સી અને કેવલ આ શક્ય બનાવવામાં મદદ કરનાર દરેકનો આભાર!
રૂમને ખૂબ જ સુંદર રીતે કર્યો ડેકોરેટ
જણાવી દઇએ કે, તાજેતરમાં સનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં જોઇ શકાય છે કે તે પતિ ડેનિયલ તરફથી રોમેન્ટિક સરપ્રાઈઝ મેળવીને કેટલી ખુશ છે. રૂમને હાર્ટ આકારના રેડ ફુગ્ગા, ચોકલેટ, ગુલાબની પાંખડીઓથી ખૂબ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યો હતો. આ જોઈને સની ખૂબ જ ખુશ અને ભાવુક થઈ ગઈ.
પતિ ડેનિયલે પણ સ્ટોરીમાં પોસ્ટ કર્યો વીડિયો
આ ઉપરાંત ડેનિયલે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો, જેમાં એક સુંદર કાર્ડ જોવા મળ્યુ અને તેમાં લવ યુ ફોરએવર એન્ડ ઓલવેઝ લખેલું હતુ. સનીના વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘ગોલ્ડન હાર્ટ ગર્લ સની લિયોનને હેપ્પી વેલેન્ટાઈન ડે.’ જ્યારે બીજા એકે લખ્યું, ‘સો બ્યુટીફુલ સની હેપ્પી વેલેન્ટાઈન્સ ડે’. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સની લિયોન હવે એમટીવી સ્પ્લિટ્સવિલાની નવી સીઝનમાં જોવા મળશે.
View this post on Instagram