સુનિલ લહેરીએ આદિપુરુષ જોતા જ પોતાનો ગુસ્સો ઠાલવ્યો સોશિયલ મીડિયામાં, ડાયલોગ પોસ્ટ કરીને કહી દીધી એવી વાત કે… જુઓ
Sunil Lahri Got Angry Adipurush :ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઇ ત્યારથી સતત વિવાદોમાં છે, ફિલ્મના VFX અને ડાલોગને લઈને લોકોમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ હવે જનતા દ્વારા આ ફિલ્મને બેન કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના વિરોધમાં માત્ર સામાન્ય માણસો જ નહિ કેટલાક સેલેબ્રિટીઓ પણ સામે આવ્યા છે.
રામાનંદ સાગરના રામાયણના પણ ઘણા પાત્રો સીધી રીતે કે આડકતરી રીતે આ ફિલ્મનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ ક્રમમાં હવે લક્ષ્મણનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા સુનિલ લહેરી પણ સામે આવ્યા છે અને તેમને પણ એક પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરીને આ ફિલ્મને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
સુનિલ લહેરીએ ફિલ્મના ડાયલોગ અને કાસ્ટ પર નિરાશા વ્યક્ત કરી છે અને તેને અત્યંત શરમજનક પણ ગણાવી છે. પોતાની પોસ્ટમાં સુનિલે લખ્યું- એવું કહેવાય છે કે આદિપુરુષ રામાયણને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે, જો તે સાચું છે તો આવી ભાષાનો ઉપયોગ ખૂબ જ શરમજનક છે.
પોસ્ટમાં સુનીલ લાહિરીએ ફિલ્મના ડાયલોગ્સ અને સ્ક્રીનશોટ શેર કર્યા છે. “તેરી બુઆ કા બગીચા હૈ, કપડા તેરે બાપકા..” જેવા ડાયલોગ પણ લોકોને ગુસ્સે કરી રહ્યા છે. ફિલ્મના ડાયલોગ્સ મનોજ મુન્તાશીરે લખ્યા છે અને તેના ડિરેક્ટર ઓમ રાઉત છે. સોશિયલ મીડિયા પર તેમને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
લોકોએ આ પોસ્ટ પર ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું- આવા લોકોનો બહિષ્કાર થવો જોઈએ, જેમણે આપણા આરાધ્ય ભગવાન રામની કથાનું અપમાન કર્યું છે. તો કોઈ કહે કે અમે અમારા બાળકોને આ ફિલ્મ જોવા લઈ જઈ શકતા નથી. બીજાએ લખ્યું- આ ફિલ્મ માત્ર અને માત્ર સનાતન ધર્મને બદનામ કરવા માટે બનાવવામાં આવી છે.