સૂર્ય-શનિનો ખતરનાક ષડાષ્ટક યોગ: આ 2 રાશિઓની વધશે મુશ્કેલીઓ, જાણો અસરો અને ઉપાય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા શનિ વચ્ચે પરસ્પર શત્રુતાનો ભાવ માનવામાં આવે છે. સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહમાં ગોચર કરશે. આ સમયે શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે. આ ગોચરના કારણે સૂર્ય અને શનિ એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં રહેશે, જેનાથી અત્યંત અશુભ ગણાતા ‘ષડાષ્ટક યોગ’ નું નિર્માણ થઈ રહ્યું છે.

આ ખતરનાક યોગના કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. વિશેષ કરીને 2 રાશિઓ માટે આ સમયગાળો ભારે સાવચેતી રાખવાનો રહેશે.

અશુભ અસરોનો સામનો કરતી 2 મુખ્ય રાશિઓ

૧. કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર બારમા ભાવમાં થશે, જેને નુકસાન અને ખર્ચનો ભાવ માનવામાં આવે છે. જ્યારે શનિ તમારા સાતમા ભાવમાં સ્થિત છે.

  • કરિયર: નોકરી અને બિઝનેસ ક્ષેત્રે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ ટાળવા. કરિયરને લગતો કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો.

  • આર્થિક સ્થિતિ: નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સંભાળવું. કોઈને ઉધાર પૈસા આપવાથી બચવું અને કાગળની કાર્યવાહી વિશ્વાસુ વ્યક્તિની હાજરીમાં જ કરવી.

  • પારિવારિક જીવન: વાણી પર સંયમ રાખવો જરૂરી છે. શનિના પ્રભાવથી જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ થવાની શક્યતા છે.

  • ઉપાય: દરરોજ અથવા મંગળવાર અને શનિવારે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

૨. મીન રાશિ મીન રાશિના જાતકો માટે શનિ પ્રથમ (પોતાની) રાશિમાં છે અને સૂર્ય છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. છઠ્ઠો ભાવ રોગ, ઋણ અને શત્રુનો કારક ગણાય છે.

  • વિરોધીઓથી સાવધાન: તમારા ગુપ્ત શત્રુઓ અને વિરોધીઓ સક્રિય થઈ શકે છે, જેથી ક્ષેત્રમાં સાવચેતી રાખવી.

  • નાણાકીય બાબતો: મોટી રકમનું ઉધાર આપવું કે લેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખર્ચ આવક કરતાં વધી જતાં બજેટ ખોરવાઈ શકે છે. રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ અવશ્ય લેવી.

  • સ્વભાવ અને સંબંધો: ક્રોધ અને અહંકાર પર કાબૂ રાખવો, નહીંતર નજીકના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

  • ઉપાય: દરરોજ શિવલિંગ પર જળ ચડાવી ભગવાન શિવની આરાધના કરવી.

ષડાષ્ટક યોગ દરમિયાન કન્યા અને મીન રાશિના જાતકોએ આર્થિક સાહસ કરવાથી બચવું અને સકારાત્મક અભિગમ રાખી દર્શાવેલા જ્યોતિષીય ઉપાયો કરવાથી રાહત મળી શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Previous Article

રાહુ નક્ષત્ર ગોચર 2026: મંગળના ધનિષ્ઠા નક્ષત્રમાં રાહુનું મહાગોચર, એપ્રિલ 2027 સુધી આ 3 રાશિઓ થશે માલામાલ

Next Article

19 ઓગસ્ટ 2026 રાશિફળ: આજે કોનું ભાગ્ય આપશે સાથ? વાંચો આજનું દૈનિક રાશિફળ

error: Protected Content!