સુમને કુવામાં આપઘાત કરીને માર્યો સમાજને જોરદાર તમાચો, સુસાઇટ નોટમાં એવું એવું લખ્યું કે આખા સમાજને આવશે શરમ

આ 21 વર્ષીય પરિણીતાએ કુવામાં લગાવી મોતની છલાંગ, 2 પેજની અંતિમ ચિઠ્ઠી વાંચીને આખા સમાજને આવશે શરમ, ‘આઈ લવ યુ પાપા’

આપણા સમાજની અંદર આજે પણ ઘણા એવા કુરિવાજો રહેલા છે જેના કારણે કેટલીય બહેન દીકરીઓને હેરાન થવું પડે છે. વળી દહેજ જેવી પ્રથાઓના કારણે ઘણી બહેન દીકરીઓ પોતાનો જીવ પણ આપી દેતી હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં આવી ઘણી ઘટનાઓ સાંભળવા મળે છે.

હાલ એવી જ એક ઘટના રાજસ્થાનના નાગૌરમાંથી સામે આવી રહી છે. જ્યાંના નવા ઉપખંડના હૈમપુરા ગામમાં રહેવા વાળી સુમન ચૌધરીએ કુવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. 21 વર્ષીય સુમન ચૌધરી પરણિત હતી. સુમનના આપઘાત બાદ હવે સમગ્ર પંથકમાં તેના આપઘાતની ચર્ચાએ જોર પકડ્યું છે.

સુમનના આપઘાત પાછળ તેને આખા સમાજને પોતાની મોત માટે જવાબદાર ગણાવ્યો છે. તેની આપવીતી કોઈને પણ ચકચોરીને રાખી દે તેવી છે. સુમને પોતાનું દુઃખ બે પાનની સુસાઇડ નોટની અંદર વ્યક્ત કર્યું છે. હાલ સુમનની આ સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઈ રહી છે.

મારુ નામ સુમન ચૌધરી છે. મને ખબર છે આપઘાત કરવો ખોટી વાત છે, તે છતાં પણ હું સુસાઈડ કરવા માંગુ છું. મારા મરવાનું કારણ મારો પરિવાર નહીં, આખો સમાજ છે. જેમણે આટા-સાટા નામની કુપ્રથા ચાલુ રાખી છે. તેના કારણે છોકરીઓને જીવતાજીવ મોત મળે છે. તેમાં છોકરીઓને સમાજના સારા પરિવારો તેમના છોકરાના બદલામાં વેચી દે છે.

સમાજની નજરે છૂટાછેડા લેવા ખોટા છે. પરિવાર વિરુદ્ધ લગ્ન કરવા ખોટા છે, તો પછી આટા-સાટા પ્રથા પણ ખોટી જ હોવી જોઈએ. આ પ્રથાના કારણે હજારો છોકરીઓના જીવન અને પરિવાર બરબાદ થયા છે. આ પ્રથાના કારણે ભણેલી-ગણેલી છોકરીઓના જીવન ખરાબ થઈ ગયા છે. આ પ્રથાના કારણે 17 વર્ષની છોકરીના લગ્ન 70 વર્ષના વૃદ્ધ સાથે કરી દેવામાં આવે છે. માત્ર પોતાના સ્વાર્થના કારણે.

હું ઈચ્છુ છું કે, મારા મોત પછી તેની વાતો થાય, કે મારા પરિવાર સામે આંગળી ચિંધાય તેના કરતાં આ પ્રથા સામે અવાજ ઉભા થવા જોઈએ. આ પ્રથાને બંધ કરવા માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. મારા દરેક ભાઈને તેની બહેનની રાખડીના સોંગધ, તે પોતાની બહેનનું જીવન ખરાબ કરીને તેમનું ઘર ના વસાવે. આજે આ પ્રથાના કારણે સમાજની વિચારસરણી ખૂબ ખરાબ થઈ ગઈ છે.

હું ઈચ્છું છું કે આ પ્રથા વિરુદ્ધ જાણકારી સ્કૂલ, કોલેજના પુસ્તકો અને અખબારોમાં આપવામાં આવે જેના કારણે હજારો છોકરીઓનું જીવન બરબાદ થતા બચી જાય. જો મારા કારણે દસ છોકરીઓની જિંદગી પણ ખરાબ થતા બચી ગઈ તો હું વિચારીશ કે મારુ જીવન કોઈના કામમાં આવી ગયું.

તમે સમાજના લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે આ પ્રથાને બંધ કરી દો. મારા મર્યા બાદ મારા પરિવાર ઉપર કોઈ આંગળી ના ઉઠાવતા, કારણ કે મારા મરવાનું કારણ તે નથી. સમાજ છે. સજા આપવી હોય તો તેમને આપો. અને મારી ઈચ્છા છે કે મારી લાશને અગ્નિ મારો નાનો ભાઈ આપે  બીજું કોઈ નહીં. મારો પતિ પણ નહીં. મારા આ વિચારોને મારા પરિવાર વાળા સમજે અને સ્ટેટ્સ લગાવે. આઈ લવ યુ પાપા.

નાગૌર પોલીસના જણાવ્યા અનુસાર સુમન ચૌધરીના કાકા નાનુરામ દ્વારા રિપોર્ટ આપીને જણાવામાં આવ્યું છે કે તેમની 21 વર્ષીય ભત્રીજીની માનસિક સ્થિતિ સારી નહોતી. તેનો પતિ વિદેશમાં રહેતો હતો. તે છેલ્લા કેટલાય સમયથી અમારી પાસે રહેતી હતી. કુવામાં પડવાની ખબર પડવાની સાથે અમે તેને બહાર કાઢી રાજકીય હોસ્પિટલ લઈને ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે હવે સુસાઇડ નોટના આધારે તપાસ કરી રહી છે. સુમને સુસાઇડ નોટમાં કોઈ વ્યક્તિગત નામનો ઉલ્લેખ નથી કર્યો.

Niraj Patel