સુરતની પરણિતાએ પ્રેમલગ્નના એક વર્ષમાં જ કર્યો આપઘાત, પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હોવાનો પરિવારનો આરોપ

સુરતમાં 21 વર્ષીય પરિણીતાનો આપઘાત:પ્રેમલગ્નના એક જ વર્ષમાં ફાંસો ખાધો; ભાઈએ કહ્યું- સાસરિયાં ત્રાસ આપતાં હતાં, પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરો

Surat married woman committed Suicide : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ પ્રકરણ તો ઘણીવાર આર્થિક તંગી અથવા તો માનસિક કે શારીરિક કારણ હોય છે. ત્યારે હાલમાં સુરતમાંતી એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. એકબાજુ જ્યાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી અંગે સરકાર કાયદો લાવવા માટે વિચારણા કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ પ્રેમલગ્ન બાદ પતિના ત્રાસથી એક પરણિતાએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. સુરતના ડુમસના ગવિયરમાં રહેતી પરણિતાએ એક વર્ષ પહેલા જ તેના પેરેન્ટ્સની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા.

પ્રેમ લગ્નના એક જ વર્ષમાં પરણિતાએ ખાધો ગળે ફાંસો
21 વર્ષીય કરીના પટેલને સાસરિયા અને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે, આ ઉપરાંત તેના પતિ કિશન પટેલે એરપોર્ટમાં નોકરી કરે છે એવું ખોટું બોલી પ્રેમજાળમાં ફસાવી હોવાનો પણ પરિવારનો આરોપ છે. ત્યારે આ મામલે પરિવારે ન્યાયની માંગ કરી છે અને કિશન પટેલ સહિત પરિવારને સખત સજા થાય તેવી પણ માંગ કરી છે. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે મૃતક કરીનાનો મોબાઈલ તેના પતિએ ગાયબ કરી દીધો છે. મૃતક કરીનાના ભાઈ નિરવે જણાવ્યું કે, કરીના પરિવારમાં એકની એક લાડકી દીકરી હતી અને એજ્યુકેટેડ હતી.

ખોટુ બોલી યુવતિને ફસાવી હતી પ્રેમજાળમાં
પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો ગવિયરમાં રહેતા કિશન સાથે સંપર્ક થયો અને તેણે એક વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરી લીધા. જો કે, આ દરમિયાન પરિવાર તૂટી ગયો હતો. લગભગ 3 મહિના સુધી અબોલાની જેમ રહ્યા બાદ અને કરીના એકની એક દીકરી અને બે ભાઈઓની લાડકી હોવાથી તેને સ્વીકારી લીધી હતી અને ઘરે બોલાવતા થઈ ગયા હતા. પણ કરીના ઘરે આવતી ત્યારે તેની માતાને જણાવ્યું હતું કે, કિશન કોઈ કામ નથી કરતો, તેણે મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા હતા. તે પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરતો.

કરીનાના પરિવારે લગાવ્યો મૃતકના પતિ અને સાસરિયા પર આરોપ
આ ઉપરાંત ઘરમાં કામકાજને લઈ માનસિક ત્રાસ પણ આપવામાં આવતો અને સાસરીમાં ઘર ચલાવવાના પણ રૂપિયા નથી. ત્યારે ગત રોજ કરીનાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના તેના માતા-પિતા સહિતના પરિવારને આ મામલે એક કલાક બાદ જાણ કરાઇ હતી. તે પછી કરીનાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિલ ખસેડાયો હતો. કરીનાના ભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પોલીસ અને સરકાર પાસે એક જ માગ છે કે, આરોપીઓને સખતમાં સખત સજા થાય અને તેણે એવી પણ અપીલ કરી કે આવું કોઈ બીજી છોકરી સાથે ન થાય તે માટે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે.

પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે
જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા SPGના બેનર હેઠળ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો, જેમાં CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. પાટીદાર સમાજની માગ વિશે સરકાર વિચારણા કરશે. જો કે, CMના આ સંકેતને ચારે બાજુથી સમર્થન મળી રહ્યુ છે.

Shah Jina