success story of divya madhur : દિવ્યા મધુર કે જે આજે સુખી જીવન જીવી રહી છે. એનર્જી હીલર અને આધ્યાત્મિક કોચ હોવા ઉપરાંત તે વક્તા અને વાર્તાકાર પણ છે. દિલ્હીમાં જન્મેલી દિવ્યા પુત્ર આરવ સાથે બેંગ્લોરમાં રહે છે. તેની પાસે બે ડોગ્સ (બિસ્કીટ અને બેરી) પણ છે. દિવ્યા તેને પોતાની દીકરીઓ તરીકે વર્ણવે છે. જો કે દિવ્યાની આ પહેલાની કહાની ખૂબ જ દર્દનાક છે. નાનપણથી જ તેને પ્રેમ નહોતો મળ્યો, ન તો માતા તરફથી કે ન પિતા અને પરિવાર તરફથી.
જ્યારે લગ્ન થયા ત્યારે તે શેતાન પતિના બંધનમાં બંધાઈ ગઇ. પણ તેણે હાર ના માની અને દરેક પરિસ્થિતિનો સામનો કર્યો. તો ચાલો અમે તમને જણાવીએ દિવ્યાની સફર વિશે. દિવ્યા મૂળ દિલ્હીની છે. તેનો જન્મ અને શિક્ષણ રાજધાનીમાં જ થયું હતું. તેના પિતા તેની માતાને ખૂબ મારતા અને આ સિવાય તેમને દારૂ, જુગાર જેવી ઘણી ખરાબ ટેવો હતી. આ કુટેવોને કારણે તેની માતાએ તેના પતિને છોડી દીધો અને આ રીતે દિવ્યા તેના બાળપણના દિવસોમાં નાના-નાની સાથે રહેતી હતી.
તેમના ઘરની હાલત પણ ખરાબ હતી. નાના દરેક બાબતે દિવ્યાની નાનીને મારતા હતા. જ્યારે દિવ્યા માત્ર 3 વર્ષની હતી ત્યારે નાનાએ દિવ્યાની માતાના બીજી વાર લગ્ન કરાવી દીધા. સાવકા પિતાને દિવ્યા બિલકુલ નહોતી ગમતી અને તે અલગ-અલગ રીતે તેના પર ટોર્ચર કરતો. ઘરમાં તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર થતો. બાળપણમાં એક દિવસ દિવ્યા તેની માતાના નખ પર નેલ પેઈન્ટ લગાવી રહી હતી અને તેણે પોતાના નખ પર પણ લગાવી, જો કે તે કપડા પર લાગી ગઇ હતી.
જ્યારે તેના સાવકા પિતા સાંજે પરત આવ્યા ત્યારે તેમણે દિવ્યાના નખ પર નેલ પેઈન્ટ જોઇ અને આનાથી તે એટલો નારાજ થઈ ગયો કે બાળકીના નખ નોચી લીધા અને સાવકા પિતાના જુલમથી કંટાળીને દિવ્યાની માતા તેની પુત્રીને સાથે લઇ નાનાના ઘરે પરત ફરી. પરંતુ દિવ્યાનો સાવકો પિતા પાછળ પડેલો રહ્યો. તે દિવ્યાના નાનાને દિવ્યા અને તેની માતા વિરુદ્ધ ઉશ્કેરતો હતો. જેના કારણે નાનીની સાથે સાથે તે દિવ્યાની માતા પર હાથ ઉપાડતા હતા. એક દિવસ પાણી માથા પરથી જતા માતા, નાની અને દિવ્યા ઘરેથી ભાગી ગયા.
થોડા દિવસ સંબંધીઓ સાથે રહ્યા બાદ દિવ્યાની માતાએ ભાડાનું મકાન લીધું પણ માતા પણ દિવ્યાને વાત-વાત પર મારવા લાગી. તેને લાગ્યું કે જો દિવ્યા ન હોત તો તેનું જીવન થોડું સરળ બની ગયું હોત. નાની પણ દિવ્યાને મનહૂસ કહીને ટોણા મારતી. ખાલી તેને મામાની જ સહાનુભૂતિ મળતી. આ રીતે થોડા વર્ષો વીતી ગયા. સંબંધીઓની દરમિયાનગીરી બાદ ત્રણેય નાનાના ઘરે પરત ફર્યા. ઘરમાં ખરાબ વાતાવરણને કારણે દિવ્યા બરાબર અભ્યાસ કરી શકતી ન હતી. કોઈક રીતે તેણે અભ્યાસ કર્યો અને 10મા ધોરણની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી.
12માં પછી તે કોલેજ જવા લાગી અને કામ પણ કરવા લાગી. થોડા સમય પછી દિવ્યાના હાથ પીળા થયા અને દિવ્યા જેની પાસેથી પ્રેમની અપેક્ષા રાખતી હતી તે પતિ પણ ગજબ નીકળ્યો. પતિ તેને પોર્ન જોવા માટે દબાણ કરતો અને તેની અપેક્ષાઓ પણ વિચિત્ર હતી. તે આધુનિક બનવાની આંધળી દોડમાં દોડી રહ્યો હતો. તે દિવ્યાને બીજા પુરુષો સાથે જોવા માંગતો હતો. લગ્નના થોડા સમયમાં જ પતિએ બીજા કોઈને બેડરૂમમાં બોલાવ્યા અને પછી બે થી ત્રણ થઈ ગયા. આ બધું 8-9 વર્ષ ચાલ્યું.
આ બધાની વચ્ચે દિવ્યાને એક પુત્ર પણ થયો. તે તેને ગળે લગાવતો તો દિવ્યા બધું ભૂલી જાતી. 2015માં દિવ્યાએ નક્કી કર્યું કે તેણે આ બાબતોમાંથી બહાર આવવું છે. તેણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. આ દરમિયાન તેને નોકરી મળી અને તે એક વ્યક્તિના સંપર્કમાં આવી. તે તેને દિલની દરેક વાત શેર કરવા લાગી. તેણે પણ દિવ્યા સાથે છેતરપિંડી કરી અને દિવ્યાને નોકરી છોડવાની ફરજ પડી. માતાએ પણ દિવ્યાને કેરેક્ટરલેસ કહીને તેનાથી દૂર કરી દીધી. એક દિવસ દિવ્યા રૂમમાં બેસીને ઉદાસ થઈને રડી રહી હતી. એટલામાં તેનો દીકરો આવ્યો.
આવતાની સાથે જ તેણે કહ્યું કે માતા તમે ફરીથી રડો છો. હું થોડી વારમાં આવુ છુ. દીકરાની વાત પરથી તેને સમજાયું કે આ બાળક જ્યારે મોટો થશે ત્યારે તેના વિશે શું વિચારશે. પછી તેણે નક્કી કર્યું કે તે આ પ્રકારનું જીવન બિલકુલ જીવશે નહીં. પુત્ર માટે એવી માતા બનશે કે જે તે ડિઝર્વ કરે છે. પછી પાડોશીની મદદથી તે એક હીલરને મળી અને અહીંથી બધું બદલાઈ ગયું. થોડા સમય પછી દિવ્યાએ પોતે લોકોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.