BIG NEWS: લેવાઈ ગયો ધોરણ-12ની પરીક્ષાનો નિર્ણય, આ તારીખથી શરૂ થશે પરીક્ષા જાણો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કરી જાહેરાત

વધતા જતા કોરોના સંક્રમણના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી, જેના બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું. ત્યારે ધોરણ 12ની પરીક્ષાને લઈને હજુ નિર્ણય આવ્યો નહોતો ત્યારે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12ની પરીક્ષાને લઈને જાહેરાત કરી દીધી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, “સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ હાલની પધ્ધતિ પ્રમાણે લેવામાં આવશે.”

તેમને એમ પણ જણાવ્યું કે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 1-7-21 ગુરુવારથી ચાલુ થશે. SOP પ્રમાણે પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા ખંડોમાં જરૂરી વધારો કરવામાં આવશે.

ત્યારે આ બાબતે પણ સીએમ રૂપાણી દ્વારા વિદ્યાર્થીના નિવાસસ્થાનથી નજીકમાં પરીક્ષા કેન્દ્ર રહે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનપ્રવાહ ભાગ-1માં 50 ગુણની બહુવિકલ્પ MCQ પદ્ધતિ અને ભાગ 2માં ગુણાત્મક 50 ગુણની 3 કલાકની પરીક્ષા રહેશે. આ જ રીતે સામાન્ય પ્રવાહમાં 100 ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેખિત અભ્યાસક્રમની 3 કલાકની રહેશે. તેમ જણાવવામાં આવ્યું હતું.

Niraj Patel