મહિલાના કાનમાં થયો દુખાવો તો પહોંચી ડોક્ટર પાસે, ટોર્ચ મારીને જોયું તો ડોકટરના પણ હોશ ઉડી ગયા, જુઓ વીડિયો

રાત્રે ખાટલામાં સુઈ રહેલી મહિલાના કાનમાં ઘુસી ગયો કરોળિયો, દુખાવો ઉપડતા જ પહોંચી હોસ્પિટલ અને પછી… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

ઇન્ટરનેટ પર ઘણીવાર કેટલીક ચોંકાવનારી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાના કાનમાં એવી વસ્તુ જોવા મળી હતી જેને જોઈને ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલાને કાનમાં દુખાવો થતો હતો. કાનમાં તકલીફની ફરિયાદ બાદ મહિલા હોસ્પિટલ પહોંચી, જ્યાં તપાસ દરમિયાન મહિલાના કાનમાં એક જીવતો કરોળિયો બેઠો જોવા મળે છે. આ દરમિયાન, ડૉક્ટર ટોર્ચ વડે કરોળિયા પર પ્રકાશ પાડે છે, જેને જોઈને કરોળિયો ધીમે ધીમે બહાર આવે છે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મહિલાને કરોળિયાના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કે કેમ. આ વીડિયો કર્ણાટકનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક કરોળિયો મહિલાના કાનમાં દેખાય છે, જે એકદમ ડરામણો લાગે છે. આ વીડિયો 2017નો છે, જ્યાં કર્ણાટકમાં રહેતી લક્ષ્મી એલ નામની મહિલાના કાનમાં કરોળિયો ઘૂસી ગયો હતો.

આ વીડિયોને ફરીથી Led Bibleના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેના કેટલાય લોકો અત્યાર સુધી જોઈ ચુક્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે “જો તેની સાથે આવું થયું હોત, તો તેણે સીધા તેના કાનમાં બ્લીચ નાખીને તેને ફ્લશ કરી દીધો હોત.” એકે કહ્યું કે કરોળિયાએ કાનને પોતાનું ઘર બનાવી લીધું હશે.”

Niraj Patel