અમદાવાદ બાદ હવે સુરતમાં પણ પગાર લેવા માટે ગયેલી સ્પા કર્મચારીને મારવામાં આવ્યો માર, વીડિયો થયો વાયરલ

હવે સુરતના સ્પામાં લાફાવાળી, સ્પા માલિકે ફડાકા ઝીંકી ધક્કો માર્યો, ઝપાઝપી કરી, જાણો આખી મેટર

Spa employee beaten up by manager in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલી કેવી એવી ઘટનાઓ સામે આવે છે જેને લઈને ચર્ચાનો માહોલ ગરમ થઇ જતો હોય છે. થોડા સમય પહેલા જ અમદાવાદમાંથી રસ્તા વચ્ચે જ એક સ્પા કર્મચારીને માર મારવાની ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. ત્યારે હવે વધુ એક આવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં સ્પામાં કામ કરતી એક મહિલા કર્મચારી જયારે પગાર લેવા માટે ગઈ ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સ્પામાં કામ કરતી મહિલાને માર્યો માર :

આ બાબતે પ્રાપ્ત માહતી અનુસાર સુરતના પણ ગેલેક્સી રોડ પર આવેલા ભાગ્યરત્ન શોપિંગ સેન્ટરમાં ચાલતા વેલનેસ સ્પામાં કામ કરતી એક મહિલા કર્મચારી પોતાનો બાકી પગાર લેવા માટે સ્પાના સંચાલક પિયુષ પાસે ગઈ હતી. ત્યારે મહિલાએ પગાર આપવાના બદલે તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેને માર માર્યો હતો. આ ઘટના બે દિવસ પહેલાની છે, જયારે મહિલા કર્મચારી પોતાનો પગાર લેવા માટે સ્પાના સંચાલક પિયુષ પાસે ગઈ.

પોતાનો બાકીનો પગાર લેવા માટે ગઈ હતી મહિલા :

આ દરમિયાન જ સંચાલક સાથે કોઈ વાતને લઈને મહિલા કર્મચારીની માથાકૂટ થઇ ગઈ. આ માથાકૂટ એટલી બધી વધી ગઈ કે સ્પાના સંચાલકે મહિલાને સ્પાની અંદર જ ઢોર માર માર્યો હતો. ત્યારે સ્પામાં ચાલેલી આ માથાકૂટનો વીડિયો પણ કેમેરામાં કેદ થઇ ગયો હતો, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને લઈને મહિલા કર્મચારીએ સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ મામલે પોલીસે પણ ફરિયાદ નોંધીને પિયુષ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો.

પોલીસે આરોપીનુંય કરી ધરપકડ :

પોલીસે સ્પા કર્મચારી મહિલાની ફરિયાદના આધારે ગુન્હો નોંધીને સ્પા સંચાલક ધરપકડ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે મહિલા છેલ્લા ઘણા સમયથી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. જેના બાદ તેને નોકરી છોડી દીધી હતી અને બે દિવસ પહેલા મહિલા પોતાનો બાકીનો પગાર લેવા માટે ગઈ હતી. જે દરમિયાન સંચાલક સાથે તેનો ઝઘડો થઇ ગયો હતો. જેમાં સ્પાના સંચાલકે મહિલાને માર માર્યો. હાલ પોલીસ આ મામલે આરોપીની ધપરકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks-Surat (@gujjurocks.surat)

Niraj Patel