ગઢડાના SP સ્વામીએ અમદાવાદમાં સર્જ્યો અકસ્માત, પુરપાટ ઝડપે ટ્રાફિક બૂથમાં ઘુસાડી દીધી કાર..પોલીસે કરી ધરપકડ

સમાજને શાંતિ અને ધીરજનો પાઠ આપનારા સ્વામિનારાયણ સંપ્રદાયના આ મોટા સ્વામીએ જ બેફકરાઈ અને ઓવરસ્પીડમાં ગાડી ચલાવીને સર્જ્યો અકસ્માત, જુઓ

SP Swami caused the accident : ગુજરામતા અકસ્માતની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકોના મોત પણ થતા હોય છે, તો ઘણા લોકો અડફેટે આવીને ઈજાગ્રસ્ત પણ તથા જોવા મળે છે. ત્યારે હાલ એક એવી ખબર સામે આવી છે જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. ગઢડાના એસપી સ્વામીએ અમદાવાદ એક જોરદાર અકસ્માત સર્જ્યો છે જેના બાદ પોલીસે સ્વામીની ધરપકડ પણ કરી લીધો છે, હવે આ મામલો ટોક ઓફ ધ ટાઉન પણ બની ગયો છે.

SP સ્વામીએ સર્જ્યો અકસ્માત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના એસપી સ્વામી પુરપાટ ઝડપે પોતાની કાર લઈને એસજી હાઇવે પર ચાલી રહ્યા હતા, ત્યારે જ તેમને તેમની કાર ટ્રાફિક બુથને ધડાકેભેર અથડાવી, જેમાં ટ્રાફિક બુથ તૂટી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાનિ થઇ નહોતી. આ મામલે ટ્રાફિક પોલીસે કાર  વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના આજે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી.  જેમાં એસજી હાઇવે પર ગઢડાના એસપી સ્વામી પોતાની ઇનોવા કાર લઈને પુરપાટ ઝડપે ચાલી રહ્યા હતા.

ટ્રાફિક બુથને તોડી નાખ્યું :

ત્યારે એસજી હાઇવે પર આવેલા હેબતપુર ચાર રસ્તા તરફથી તેઓ ગફલતભરી રીતે તેમજ માનવજીંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવીને આવી રહ્યા હતા અને થલતેજ ચાર રસ્તા પાસે જ તેમને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, અને કાર મેટ્રો ટ્રેનના થાંભલા પાસે જમણી બાજુ ટર્ન મારતા ગાડી ફુલ સ્પિડે ડિવાયડર ઉપર ચડી ગઈ અને મેટ્રોના થાંભલા પાસે બનાવેલ થલતેજ ટ્રાફિક બુથને ધડાકા ભેર અથડાતા આખુ ટ્રાફિક બુથ તુટી ગયું હતું.

પોલીસે કરી ધરપકડ :

આ અકસ્માતમાં એસપી સ્વામીની કારનું આગળનું બોનેટ તેમજ બંપરને ભારે નુકશાન થયું છે. આ મામલે ટ્રાફિક પોલીસે એસપી સ્વામી સામે થલતેજ ચોકડીના ટ્રાફિકના બુથને અકસ્માત કરી સરકારી મિલ્કત તોડી નાખી નુકસાન કર્યું હોવાથી તેના વિરુદ્ધ ઇપીકો કલમ-279, 427 તથા એમ.વી.એકટ કલમ 177, 184 તેમજ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ-3, 7 મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel