એક્શન મોડમાં આવી ગયા અમરેલીના નવા SP, અસામાજિક તત્વો, ખનીજ માફિયા, વ્યાજખોરો, ગેમ્બલરોમાં નિર્લિપ્ત રાય કરતા પણ વધારે ખૌફ

ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીઓ થોડા સમય પહેલા જ થઇ, જેમાં અમરેલીના SP નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરમાં બદલી થઇ છે, જયારે અમેરિલના નવા એસપી તરીકે નર્મદા જિલ્લાના IPS અધિકારી હિમકરસિંહની નિમણુંક થઇ છે, ત્યારે અમરેલીનો ચાર્જ સંભળાતા જ એક્શન મોડમાં આવી ગયા છે.

અમરેલીના નવા એસપીએ એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમને અસામાજિક તત્વોને પણ ચેતવણી આપી છે. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમને જણવ્યા હતું કે, લુખ્ખા તત્વો, ખનીજ માફિયાને ડામવા માટે હું સતત સક્રિય રહીશ. વ્યાજખોરો વિરૂદ્ધની ફરિયાદો મને આપી શકો છો, સખતમાં સખત પગલાં લેવાશે.”

તેમને એમ પણ જણાવ્યું કે, “આમ જનતા મારી ઓફિસમાં મન ફાવે ત્યારે આવી શકે છે. હું જ્યાં સુધી ઓફિસમાં બેઠો છું ત્યાં સુધી આમ જનતાને મળીશ. જ્યારે અસામાજિક તત્વો, બુટલેગરો ગેમ્બલરો સામે તડીપાર કાર્યવાહી થશે. પોલીસ સારી કામગીરી કરશે તો તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે અને જો પોલીસ ગેરકાયદેસર પ્રવુતિ અથવા ખરાબ કામ કરશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે”

આ ઉપરાંત અમરેલી એસપી હિમકરસિંહે એમ પણ જણાવ્યું કે, “જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે રાતે 11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને 100 નંબરની જે ફરિયાદ આવે તે સીધી મારી પાસે આવે. તેમાં શું ઇશ્યુ હતો અને શું બનાવ હતો તેનો રિવ્યુ હું પોતે જ લઈશ. જ્યારે જો કોઈ પોલીસ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા હશે અથવા ખરાબ કામ કરશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.”
(સૌજન્ય: દિવ્યભાસ્કર)

Niraj Patel