રોડના કિનારા પર ગરીબોના મસીહા સોનુ સુદે લગાવી ઢોસા અને ભટુરેની રેંકડી… રિયા ચક્રવર્તી પણ ખાવા માટે આવી, વાયરલ થયો વીડિયો

સોનુ સુદે લગાવી ઢોસા અને ભટુરેની લારી, ચાહકોને કહ્યું, “ફ્રેન્ચાઇઝી માટે સંપર્ક કરો…” સુશાંત સિંહ રાજપૂતની કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તી પણ પ્લેટ લઈને ખાવા આવી, જુઓ વીડિયો

Sonu Sood Making Dosa And Bhature : બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સોનુ સુદ તેના અભિનય કરતા તેમને લોકડાઉનમાં જે રીતે લોકોને મદદ કરી તેના માટે આખા દેશમાં એક મોટું નામ બની ગયા. સોનુ સુદ દ્વારા ચલાવવામાં આવતો મદદનો પ્રવાહ આજે પણ ચાલુ છે અને આજે પણ તેઓ ઘણીવાર એવા એવા કાર્યો કરતા હોય છે જેના કારણે તેમનું સન્માન લોકોના દિલમાં વધી જતું હોય છે. પોતાના સોશિયલ મીડિયામાં પણ તે ઘણીવાર એવા એવા વીડિયો શેર કરે છે કે લોકોનું દિલ જીતી લે છે.

હાલમાં જ સોનુ સુદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઢોસા અને ભટુરે બનાવી રહ્યો છે. સોનુ સૂદ દિલ્હીમાં રોડીઝ-19નું શૂટિંગ કરી રહ્યો છે. તે જ સમયે તેણે એક દુકાનમાં ઢોસા બનાવવાનું શરૂ કર્યું, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં, અભિનેતા, કાળા રંગના પહેરીને ઉભો છે અને તે ખુશીથી ઢોસા બનાવતો જોવા મળે છે અને તેને તેની કો-સ્ટાર રિયા ચક્રવર્તીને પણ ખવડાવતો જોવા મળે છે.

Support Small Business નો વિડિયો શેર કરતા સોનુ સૂદે લખ્યું, “જો તમને ભટુરે અને ઢોસાની ફ્રેન્ચાઈઝી જોઈતી હોય તો તરત જ સંપર્ક કરો.” આ વીડિયો જોયા બાદ ફેન્સ સતત કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એકે કહ્યું- 20 ઓર્ડર આપ્યા છે. ક્યાં સુધી તૈયાર થશે ભાઈ? એકે લખ્યું – શાબાશ સોનુ સર “સારા કામ ચાલુ રાખો.” એક ચાહકે કહ્યું કે ભારતનો શ્રેષ્ઠ માસ્ટર શેફ.

તમને જણાવી દઈએ કે અભિનેતાને મદદ માટે દરરોજ હજારો કોલ આવે છે. લોકો તેમની સાથે તેમની સમસ્યાઓ શેર કરીને મદદ મેળવવાનો પ્રયાસ કરે છે. આ પહેલા પણ અભિનેતાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સોનુએ મનાલીમાં રોડ કિનારે સ્ટ્રોબેરી વેચતા યુવક સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે આ યુવકની સ્ટ્રોબેરીની આખી ટોપલી ખરીદી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનુ સૂદના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ફતેહ’માં જોવા મળશે. તે વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે અને તેમાં હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ જોવા મળશે. અભિનેતા છેલ્લે ‘તમિલરાસન’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં જોવા મળ્યો હતો.

Niraj Patel