વિષ્ણુના પ્રેમમાં સોનમ સિદ્દીકી બની લક્ષ્મી, મંદિરમાં લીધા સાત ફેરા, બોલી-અયોધ્યા જઇ કરશે રામલલાના દર્શન, જુઓ તસવીરો
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક યુવતિએ હિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા. યુવતિએ ઇસ્લામ ધર્મ છોડી સનાતન ધર્મ અપનાવ્યો. કપલે મંદિરમાં એકબીજાને વરમાળા પહેરાવી અને એકબીજા સાથે રહેવાની કસમ ખાધી. યુવતિનું કહેવુ છે કે તેની આસ્થા ભગવાન શ્રી રામમાં ઘણી છે. આ સાથે જ તે ત્રણ તલાક અને હલાલા જેવી પ્રથાથી પરેશાન થઇ ચૂકી હતી. યુવતિએ તેના પરિવારથી પોતાને અને પતિને જીવનો ખતરો હોવાનું જણાવ્યુ છે. જણાવી દઇએ કે, 26 વર્ષિય યુવતિનું નામ સોનમ સિદ્દીકી છે, જે હવે લક્ષ્મી બની ગઇ છે.
સોનમે વિષ્ણુ મૌર્ય સાથે લગ્ન કરી પોતાનું નામ લક્ષ્મી રાખ્યુ છે. લક્ષ્મી અને વિષ્ણુએ થાના દેવરનિયા સ્થિત ગામના એક મંદિરમાં ફેરા લીધા હતા. લક્ષ્મીએ કહ્યુ કે- તે અને વિષ્ણુ એકબીજાને 12 વર્ષથી ઓળખે છે. સોનમ સિદ્દીકી ઉર્ફે લક્ષ્મીએ કહ્યું કે તેણે હલાલા અને ટ્રિપલ તલાકથી પરેશાન થઈને સનાતન ધર્મ અપનાવ્યો છે. હવે તેણે વિષ્ણુ મૌર્ય સાથે સનાતન ધર્મ હેઠળના તમામ રિવાજો અને વિધિઓનું પાલન કરીને લગ્ન કર્યા છે.
મીડિયા સાથે વાત કરતા લક્ષ્મીએ જણાવ્યું કે તે અને વિષ્ણુ છેલ્લા 12 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને પહેલા મિત્રો બની ગયા હતા. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ અને પછી તેઓએ સાથે જીવવાની-મરવાની પ્રતિજ્ઞા લીધી. લક્ષ્મીના કહેવા પ્રમાણે થોડા સમય પહેલા તેના લગ્ન નક્કી થયા હતા. પણ તેને ઇસ્લામ છોડવો હતો અને વિષ્ણુ સાથે લગ્ન કરવા હતા. સોનમ સિદ્દીકીનું કહેવું છે કે લગ્ન બાદ હવે તે રામલલાના દર્શન કરવા અયોધ્યા જશે કારણ કે, સોનમને ભગવાન રામમાં ઊંડી શ્રદ્ધા છે.
તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ માહિતી આપી હતી. સોનમે તેના પરિવારના સભ્યો તરફથી તેના અને પતિના જીવને ખતરો હોવાનું પણ જણાવ્યું છે. તેણે કહ્યુ કે તેને પરિવારના સભ્યો તરફથી ધમકીઓ મળતી રહે છે. તે કોઈપણ કિંમતે વિષ્ણુને નહિ છોડે. ટૂંક સમયમાં તે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મળશે અને સુરક્ષા માટે વિનંતી કરશે.