બોલીવુડની અભિનેત્રીએ મૃત્યુ પહેલા મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે, શરીરમાં હલનચલન અનુભવી શકતી નથી, રાત્રે….

અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટની નેતા સોનાલી ફોગાટનું ગત સોમવારે નિધન થયું છે.42 વર્ષની સોનાલીનું  મોતનું કારણ હૃદયનો હુમલો જણાવામાં આવ્યું છે. જો કે સોનાલીની બહેને તેની મોતને કોઈ માયાજાળ કરાર કર્યો છે. તેણે કહ્યું કે 22 ઓગસ્ટની સવારે સોનાલીની માં સાથે ફોન પર વાત થઇ હતી અને તેણે કહ્યું હતું કે તેના જમવામાં કંઈક ગડબડ છે. જમ્યા બાદ તેના શરીરમાં વિચિત્ર અનુભૂતિ થઇ રહી છે.

મીડિયા ચેનલ સાથે વાત કરવાના સમયે સોનાલીની બહેને કહ્યું કે,”મારી સોનાલી સાથે વાત થઇ હતી, તો તેણે કહ્યું કે હું એકદમ ઠીક છું. મેં પૂછ્યું કે તું પાછી ક્યારે આવીશ, તો તેણે કહ્યું કે 27 તારીખે આવશે. જેના પછીના દિવસે તેની માં સાથે વાત થઇ તો તેણે કહ્યું કે તેના શરીરમાં કંઈક ગડબડ થઇ રહી છે. જમતી વખતે જ મને કંઈક થવા લાગ્યું છે.

ખબર નથી પડતી કે શું સમસ્યા છે. લાગી રહ્યું છે કે મારી ઉપર કોઈ કંઈક કરી રહ્યું છે. પછી સાંજે વાત થઇ તો સાંજે પણ તેણે આવું જ કહ્યું કે, મમ્મી મને કંઈક ગડબડ લાગી રહી છે. મારી ઉપર કોઈ સાજીશ થઇ રહી છે. અને પછી સવારે ફોન આવ્યો કે તેની મોત થઇ ચુકી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સોનાલી ફોગાટના ભાંણેજ એડવોકેટ વિકાસે સોનાલી ફોગાટના મોત અંગે સોનાલીના પર્સનલ સેક્રેટરી સુધીર સાંગવાનને જવાબદાર ગણાવ્યો છે. વકીલ વિકાસે સુધીર સાંગવાન પર આરોપ લગાવતાં કહ્યું કે, તેણે સોનાલી ફોગાટના મોતનું ષડયંત્ર રચ્યું છે. એટલું જ નહી, વિકાસનું કહેવું છે કે, સુધીર સાંગવાનના કહેવા પર અહિં ફાર્મ હાઉસ પરથી લેપટોપ અને જરુરી સામાન ઉઠાવી લીધો છે જેમાં બધો ડેટા અને જમીન અને પ્રોપર્ટીના દસ્તાવેજ સચવાયેલ હતા.

વકીલ વિકાસે પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું કે, તેની સાથે સુધીર સાંગવાનની વાતો થઈ હતી, તે વારંવાર સોનાલી ફોગાટના નિધન અંગે પોતાનું નિવેદન સતત બદલી રહ્યો છે. આમ સોનાલી ફોગાટના ભાંણેજ એડવોકેટ વિકાસ પર તેના મોત અંગે ગંભીર આરોપ લગાવ્યા છે.

મળેલી જાણકારીના આધારે સોનાલીને બેચેની થવાની ફરિયાદ બાદ તેને ઉત્તરી ગોવાના અંજુના ના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ગોવા ડીસીપી સિંહે એ વાતની પુષ્ટિ કરી હતી કે સોનાલી અંજુનામાં એક કર્લિસ રેસ્ટોરેન્ટમાં હતી, આ દરમિયાન તેને બેચેની થવાની ફરિયાદ થઇ હતી. જેના બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી.

સોનાલીના નિધન પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ કરતા કહ્યું કે,”ભાજપા નેતા શ્રીમતી સોનાલી ફોગાટજીના આકસ્મિક નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શરણોમાં સ્થાન આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે”. જણાવી દઈએ કે સોનાલી બિગ બોસ-14નો હિસ્સો પણ રહી ચુકી છે.

Krishna Patel