વાહ દીકરો હોય તો આવો… પિતા પાસે બચ્યા હતા જીવનના ગણતરીના મહિના, પછી દીકરાએ કર્યું એવું કે પિતાને મળી ગયું નવું જીવન

ડોકટરે કહ્યું માત્ર બચ્ચા છે 6 મહિના, દીકરાએ કહ્યું, “હું મારા પિતાને આ રીતે મરતા નથી જોઈ શકતો !!”, પછી કર્યું એવું કે કહાની તમારી આંખોને પણ ભીની કરી દેશે

દુનિયામાં એક દીકરી અને પિતાના પ્રેમની અઢળક કહાનીઓ અને કવિતાઓ જોવા મળે છે. દીકરી અને પિતાના પ્રેમ ઉપર ઘણા ગીતો પણ બન્યા છે. પરંતુ એક બાપ દીકરા વચ્ચેના પ્રેમની બહુ જ ઓછી કહાનીઓ અને ગીતો જોવા મળશે. કારણ કે આપણે મોટાભાગે જોયું છે કે એક પિતા અને દીકરા વચ્ચે નાના મોટા ઝઘડા થતા હોય છે. બંને વચ્ચે પ્રેમ તો બેસુમાર હોય છે પરંતુ બંનેમાંથી કોઈ અભિયવયક્ત નથી કરી શકતું. પરંતુ આ દરમિયાન એક કિસ્સો એવો સામે આવ્યો છે જેને પિતા-પુત્રના સંબંધ અને પ્રેમનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ સુંદર કહાની કોલકાત્તાની છે. જેને હ્યુમન ઓફ બોમ્બે નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવી છે અને આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. સાથે સાથે લોકો આ દીકરાની પણ પ્રસંશા કરી રહ્યા છે. આ કહાનીમાં જણાવવામાં આવ્યું છે કે એક દીકરાએ પોતાના પિતાનું જીવન બચાવવા માટે તેના લીવરના 65 ટકા ભાગ તેના પિતાને દાનમાં આપી દીધો હતો.

દીકરાએ જણાવ્યું કે મારા પિતા ના દારૂ પીવે છે, ના સિગરેટ, તે છતાં પણ તેમના લીવરમાં તકલીફ આવી ગઈ. તે 6 મહિનામાં જ મરવાના હતા. હું કોઈપણ કિંમત ઉપર મારા પિતાને ખોવા નથી માંગતો. એવામાં મેં નિર્ણય કર્યો કે હું મારા પિતાને મારા લિવરનું દાન કરીશ. મેં ડોકટરો સાથે વાત કરી અને ઓપરેશનની તૈયારી કરી દીધી. ઓપરેશનના સમયે થોડો ડર લાગી રહ્યો હતો. પરંતુ મારા પિતાને બચાવવા માટે આ ખુબ જ જરૂરી હતું.

દીકરાએ જણાવ્યું કે, “જયારે ડોકટરે જણાવ્યું કે ડોનર વગર તેના પિતા પાસે માત્ર છ મહિનાનો જ સમય છે ત્યારે હું મારી જાતને લાચાર સમજવા લાગ્યો હતો. પપ્પાએ મને કહ્યું હતું કે ‘હું મરવા નથી ઈચ્છતો. હું તને ગ્રેજ્યુએટ થતો જોવા માંગુ છું.”

આ ઘટનાથી ઘરનો માહોલ બદલાઈ ગયો, ખુશીઓ ચાલી ગઈ અને અમને ઉદાસીએ ઘેરી લીધા. આ દરમિયાન જ કોરોનાની બીજી લહેર પણ આવી, જેમાં હું સંક્રમિત થઇ ગયો. જયારે હું આઇસોલેશનમાં હતો ત્યારે બહુ જ રડ્યો. કારણ કે મારા પિતાને મારી જરૂર હતી અને હું તેમની પાસે નહોતો.

જો કે પપ્પાને ખુશ રાખવા માટે હું તેમને વીડિયો કોલ કરતો અને લુડોમાં તેમની સામે હારી જતો. અમે એકબીજાને એ આશા બંધાવી રહ્યા હતા કે અમે તેમાંથી બહાર આવી જઈશું. પરંતુ મારા સાજા થયા બાદ પપ્પા વાયરસની ચપેટમાં આવી ગયા. તેમને નિયમિત રૂપ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેના કારણે હું તેમની નજીક બેસીને પરીક્ષાની તૈયારી કરતો હતો.

હું તમને આ રીતે ઝઝૂમતા નહોતો જોઈ શકતો, જેના કારણે મેં મારા પરિવારને કહ્યું કે હું તમને બચાવવા માટે જઈ રહ્યો છું અને મારા લિવરને ડોનેટ કરીશ. કિસ્મતથી મારું લીવર મેચ થઇ ગયું પરંતુ તે ફેટી હતું. મારે મારા લીવરનું 65 ટકા તેમને દાન કરવાનું હતું. જેના કારણે મેં કસરત અને ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખ્યું. કેટલાક ટેસ્ટ બાદ મને કહેવામાં આવ્યું કે હું સર્જરી માટે સ્વસ્થ છું.  મારા પિતાએ રડતા રડતા મને કહ્યું કે, “કાલે ઉઠીને તને કઈ થઇ ગયું તો હું મારી જાતને માફ નહિ કરી શકું. પરંતુ મેં તેમને કહ્યું કે તમારી લડાઈ મારી પણ છે. અને આપણે હારવાના નથી.”

Niraj Patel