વિદેશથી પપ્પાના જન્મ દિવસે જ આવ્યો દીકરો, આપી એવી સરપ્રાઈઝ કે ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આવી ગયા આંસુઓ, જુઓ વીડિયો

બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ ખુબ જ ખાસ હોય છે. આ સંબંધ એવો હોય છે જેમાં દિલની અંદર પ્રેમ છુપાયેલો હોય છે અને ભાગ્યે જ આ પ્રેમ વ્યક્ત થતો હોય છે. દરેક પિતા પોતાના દીકરાને આગળ વધારવા માટે મહેનત કરે છે, હંમેશા તેની પડખે ઉભા રહે છે, પરંતુ ક્યારેય પોતે કરેલું દીકરા આગળ બતાવતા નથી, તો દીકરો પણ પિતાનું માથું હંમેશા ગર્વથી ઊંચું રહે એજ ઈચ્છતો હોય છે. ત્યારે હાલ પિતા અને દીકરા વચ્ચેના પ્રેમનો એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને લોકોના દિલ જીતી રહ્યો છે.

પિતા અને પુત્ર વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે. બંને કોઈની સામે વ્યક્ત નથી કરતા, પરંતુ તેઓ દિલથી ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે પ્રેમ વ્યક્ત કરવાની તક મળે છે, ત્યારે બંને ખૂબ જ પ્રેમ વરસાવે છે. ઓનલાઈન ઝડપથી વાયરલ થઈ રહેલી ક્લિપમાં એક પિતા પોતાના દીકરાને પોતાન જ જન્મદિવસ પર જોઈને રડી પડ્યા હતા. તેની અસર તમને પણ થશે અને તમે તેને જોઈને ભાવુક થઈ જશો.

ક્લિપમાં, એક છોકરો એક ટેબલ તરફ ચાલતો જોઈ શકાય છે જ્યાં તેના પિતા તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે આખા પરિવાર સાથે બેઠા હતા. અન્ય વ્યક્તિએ માણસના પિતાની આંખો ઢાંકી દીધી અને ટૂંક સમયમાં જ આઘાતજનક પ્રતિક્રિયા જોવા મળી. દીકરો અચાનક અંદર દોડીને આવે છે અને તેના પિતા તેને જોઈ શકે તે પહેલા તે જઈને તેમની સામે ઉભો રહે છે. જેવી વ્યક્તિએ પિતાની આંખો પરથી હાથ હટાવ્યો કે તરત જ તે પુત્રને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તરત જ ઊભા થયા અને દીકરાને ગળે લગાડીને રડી પડ્યા. લાંબા સમય પછી આ મુલાકાતે તેની આસપાસના દરેકને પણ ભાવુક કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દીકરો કેનેડાથી આવ્યો અને તેના જન્મદિવસ પર તેના પિતાને આશ્ચર્યચકિત કર્યા.’ આ વીડિયોને ઓનલાઈન શેર કર્યા બાદ હજારો વખત જોવામાં આવ્યો છે. આ ક્લિપ જોઈને નેટીઝન્સ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. લોકોએ કોમેન્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી. એક યુઝરે લખ્યું, ‘એક ખુશ પિતા જે પોતાના બાળકને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે.’ અન્ય યુઝરે ટિપ્પણી કરી, ‘આ ખુબ જ કિંમતી ક્ષણ છે.’

Niraj Patel