કરીનાના પેટમાં જતો રહ્યો સાપ ! દૂર-દૂરથી જોવા આવે છે લોકો, ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત- જુઓ 

ઘણીવાર તમે વિચિત્ર અથવા તો ચોંકાવનારા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઇ નાનું બાળક સિક્કો ગળી જાય છે, તો કોઇને વાળ ખાવાની ટેવ હોવાથી તેના પેટમાંથી વાળનો ગુચ્છો નીકળતો હોય છે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, કોઇ નાના બાળકના પેટમાં સાપ જેવી કોઇ વસ્તુ હોય. જી હા હાલ એક મામલો સામે આવ્યો છે જેમાં એક 8 વર્ષની છોકરીના પેટમાં સાપ હોવાનું ચર્ચામાં છે. આ મામલો બિહારના વૈશાલીનો છે. જ્યાં એક 8 વર્ષની કરીના નામની બાળકીને પેટમાં દુખાવાની ફરિયાદ હતી,

જે બાદ તેની અલ્ટ્રાસાઉન્ડથી તપાસ કરવામાં આવી જેમાં તેના પેટમાં સાપ જેવું કઈ હોવાનું સામે આવ્યું. તે બાદથી તેની તબિયત સતત બગડી રહી છે. કરીનાના પિતા રાજકુમાર પાસવાનની આર્થિક સ્થિતિ પણ સારી નથી અને કેને કારણે તેઓ દીકરીની સારવાર કરાવવામાં પણ સક્ષમ નથી. કરીનાને તેના પિતા હાજીપુર, મહનાર, સમસ્તીપુર અને પટના ડોક્ટરો પાસે પણ લઈ ગયા, જ્યાં તેનો એક્સ-રે કરતા પેટમાં સાપ જેવી કોઈ વસ્તુ હોવાનું સામે આવ્યું.

આ વાતની જાણ આસપાસના ગામ લોકોને થતા જ તેઓ કરીનાને જોવા માટે આવી રહ્યા છે, પણ કોઇ સારવાર કરાવવા કે મદદ કરવા તૈયાર નથી. પરિવારજનોનું કહેવું છે કે થોડા સમય પહેલા તેને માટી ખાધી હતી અને તે બાદથી જ તેની હાલત સતત બગડી રહી છે. ત્યારે પરિવારજનોએ પણ સરકાર અને સામાજિક સંસ્થાઓને કરીનાની સારવાર કરાવવા માટે અપીલ કરી છે. કરીનાની સારવાર બાદ જ માલુમ પડી શકે છે કે તેના પેટમાં સાપ છે કે કોઈ અન્ય વસ્તુ. જણાવી દઇએ કે, કરીના સાથે આ ઘટના ઓગસ્ટ મહિનામાં બની હતી.

Shah Jina