મહિલાના કાનમાં ઘૂસ્યો સાપ ? વીડિયો જોઇ ચોંક્યા લોકો- કોઇને નથી થઇ રહ્યો વિશ્વાસ…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મહિલાના કાનમાં સાપ ઘૂસી ગયો. વીડિયોમાં, ડૉક્ટર એક ચિમટાથી સાપને કાઢવાનો પ્રયાસ પણ કરતા જોવા મળે છે. આ દ્રશ્ય લોકોને ચોંકાવી રહ્યું છે, જો કે વીડિયોની સત્યતા પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આ ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે સૂતી વખતે મહિલા સામાન્ય અનુભવી રહી હતી, પરંતુ સવારે કાનમાં થોડી હિલચાલ અનુભવાઈ.
જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમાં સાપ જોવા મળ્યો. જો કે, સાપ સંપૂર્ણપણે બહાર આવ્યો કે નહીં તે વીડિયોમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું નથી. આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સ કહે છે કે આ વીડિયો નકલી હોઈ શકે છે અથવા AI જનરેટેડ હોઈ શકે છે. કેટલાક લોકોએ ટેકનિકલ પ્રશ્નો ઉઠાવ્યા ‘જો સાપ કાનમાં હોત, તો પહેલા પૂંછડી જોવાઇ જોઇએ, મોં નહીં.’ એક યુઝરે X ના AI ચેટબોટ ગ્રોકને વીડિયોની સત્યતા વિશે પૂછ્યું.
ચેટબોટે જવાબ આપ્યો કે તેને આવી કોઈ ઘટના કે પુષ્ટિ મળી નથી, જે તેની સત્યતાને શંકાસ્પદ બનાવે છે. લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝરે લખ્યું છે – શું આવા ખતરનાક વીડિયો ફક્ત જોવા માટે બનાવવામાં આવી રહ્યા છે? શું આ વીડિયો બનાવવા માટે કાનમાં સાપ નાખવામાં આવ્યો હતો ? શું આ ભય ફેલાવવાનું કાવતરું છે ? આ વીડિયોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ન તો કોઈ તબીબી સંસ્થાએ આ ઘટનાને સાચી ગણાવી છે.
નિષ્ણાતો માને છે કે ક્યારેક નાના જંતુઓ કાનમાં પ્રવેશી શકે છે, પરંતુ સાપનું પ્રવેશવું અત્યંત દુર્લભ અને અસામાન્ય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી દરેક વસ્તુ પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી. વીડિયોની સત્યતા તપાસવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તે કોઈના સ્વાસ્થ્ય અથવા ડર સાથે સંબંધિત હોય.
ये देखकर आप हैरान और परेशान हो जाएँगे!
आखिर कान में सांप घुसा कैसे ?
क्या सांप को निकाल लिया गया होगा ?
क्या महिला ठीक होगी ? pic.twitter.com/skO6jzB59o
— Tanu Balyan (@TnuBlyn1) June 11, 2025