ઈંડામાંથી નિકળતા સાપના બચ્ચાનો VIDEO વાયરલ, કેમેરામાં કેદ થયો અદભૂત નજારો

સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. જેમા ઘણા વીડિયો બહુ જ ઈન્ટરેસ્ટીંગ પણ હોય છે. જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જાવ છો. આજકાલ આવો જ એક સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ઈંડામાંથી સાપનું બચ્ચું બહાર આવતું જોવા મળી રહ્યુ છે. સાપના બચ્ચાનો આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે. આ વીડિયો ચેસ્ટર ઝૂ (chesterzoo) દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરતા ચેસ્ટર ઝુએ કેપ્શનમાં લખ્યું કે, આ સાપને તેમના ઈંડામાંથી નીકળતો જોવો કેટલું આશ્ચર્યજનક છે? આ રેટ સ્નેક છે. ભાગ્યે જ આવી અકલ્પનીય ક્ષણ કેમેરામાં કેદ થઈ હશે. આ બચ્ચા આપણા માટે ઉજવણી સમાન છે. ખુબ અફસોસની વાત છે કે આ સુંદર જીવની ચામડીનો ઉપયોગ બેગ અને જૂતા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તો તંમે પણ જૂઓ આ અદભૂત વિડીયો.

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર શેર થયા બાદ આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, ડઝનેક યૂઝર્સ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, મને સાપનો ખૂબ શોખ છે. મારી પાસે રોયલ પાયથન અને બર્નીઝ પાયથન છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે કે આ ખૂબ જ સુંદર છે.

તો બીજી તરફ અન્ય યૂઝરએ કોમેન્ટ કરતી વખતે લખ્યું છે, આ ખૂબ જ સુંદર છે અને કુદરતે બનાવેલો કમાલનો જીવ છે. સારૂ લાગે છે જ્યારે આવા સાપને પણ કેમેરામાં બતાવવામાં આવે છે, કારણ કે તેને મોટા ભાગે અવગણવામાં આવે છે. પરંતુ હું નિશ્ચિતપણે કહી શકું છું કે આ અદ્ભુત જીવો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા આ વીડિયો એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગના લોકો તેમના મિત્રોને ટેગ કરી રહ્યા છે અને તેને જોવા માટે આમંત્રણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chester Zoo (@chesterzoo)

YC