ડાન્સ કરતા કરતા એવી સ્ટાઇલ મારીને ફોટો પાડી રહ્યું હતું આ ટેણીયું કે વીડિયો જોઈને તમે પણ કહેશો, “આને તો કોઈ એવોર્ડ મળવો જોઈએ !”

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. ઘણા વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસાવતા હોય છે, તો ઘણા વીડિયો જોઈને આપણે હેરાનીમાં પડી જતા હોઇએ છીએ. ત્યારે હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.

હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોયા પછી આપણે હસવું કાબુમાં રાખી શકીશું નહીં. વાયરલ વીડિયોમાં એક બાળક છે, જે ડાન્સ કરતી વખતે વીડિયો અને ફોટો લઈ રહ્યો છે. આ બાળકની એક્શન જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લગ્નની અંદર ડાન્સ કરી રહ્યા છે. ત્યારે એક બાળક કેમેરામેનની જેમ મોબાઈલની અંદર વીડિયો શૂટ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને બાળકની સ્ટાઇલે લોકોને વધુ ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કર્યા બાદ ઘણી કોમેન્ટ આવી રહી છે. લોકો આ ટેણીયાની સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે.

Niraj Patel