સાથી જવાનનું વહેતુ લોહી અટકાવવા આ શીખ સાથીએ કર્યું એવું કે લોકોએ કહ્યું.. “સીંગ ઇઝ કિંગ”

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલાએ આખા દેશને હચમચાવીને રાખી દીધો છે. આ હુમલાની અંદર 22 જવાનો શાહિદ થઇ ગયા અને 31 ગંભીર રૂપે ઘાયલ છે. જયારે એક જવાન હજુ પણ નક્સલિયોના કબ્જામાં છે. લગભગ 300થી 400 નક્સલિયોએ સીઆરપીએફના જવાનોને ઘેરામાં લઈને તેમના ઉપર હુમલો કરી દીધો હતો.

આ હુમલાની અંદર જવાનોએ નક્સલિયોનો જોરદાર મુકાબલો પણ કર્યો અને જવાનોએ સાથી સૈનિકોનો જીવ બચાવવા માટે સૌથી મોટો ધર્મ માનવાની મિસાલ પણ રજૂ કરી છે. સીઆરપીએફ 210 કોબરા બટાલિયનના જવાન બલરાજ સિંહ દ્વારા પોતાની ટીમના એસઆઈ અભિષેક પાંડેના ઘાયલ થવા ઉપર પોતાની પાઘડી ઉતારીને ઘાયલ જવાનના વાગેલી જગ્યા ઉપર બાંધી દીધી જેના કારણે લોહી વહેતુ બંધ થઇ જાય.

બલરાજ સિંહે જણાવ્યું કે 400ની સંખ્યામાં નક્સલિયોએ તેમની ટીમ ઉપર તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીઓ ક્યાંથી આવી રહી હતી તેની ખબર જ નહોતી પડી રહી. નક્સલી દેશી યુબીજીએલ જેવા હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યારબાદ જવાનોએ બહાદુરીથી લડાઈ લડી અને 20થી પણ વધારે નક્સલીઓને માર્યા.આ હુમલામાં બચી ગયેલા બલરાજ સિંહનું કહેવું છે કે તે સ્વસ્થ થયા બાદ ફરીથી બસ્તરમાં નક્સલી મોરચામાં જવા માટે તૈયાર છે. આ હુમલામાં શહીદ થયેલા જવાનોને આખો દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.

શનિવારના રોજ બીજાપુરમાં થયેલા હુમલા બાદ નક્સલિયોએ એક નિવેદન રજૂ કરી હુમલાની જવાબદારી લીધી છે. નિવેદનમાં એ વાતની ખાતરી પણ કરવામાં આવી છે કે લાપતા સીઆરપીએફ જવાન તેમના કબ્જામાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર મધ્યસ્થોની જાહેરાત કરે તો તે જવાનને તેમને સોંપી દેશે.

Niraj Patel