સોશિયલ મીડિયા સેન્સેશન શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની તસવીરો હંમેશા ચર્ચાનો વિષય રહે છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે .

શ્વેતા તિવારીએ ટીવી સીરિયલ કસૌટી ઝિંદગી કી દ્વારા મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવી હતી. આજે શ્વેતા નાના પડદાથી લઈને મોટા પડદા સુધીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અભિનય કારકિર્દી ઉપરાંત, તે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જોવા મળે છે, એટલું જ નહીં, શ્વેતા તિવારીના હોટ અને સેક્સી ફોટોસ પણ ફિલ્મ જગતમાં ચર્ચાનો વિષય બની રહે છે.

તાજેતરમાં જ અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી લિફ્ટમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. યુઝર્સ તેના આ ફોટા પર અજબ-ગજબની કોમેંટો કરી રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે શ્વેતા તિવારીએ ઓફ-વ્હાઇટ કલરનો કો-ઓર્ડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

તસવીરો જોઈ ચાહકો જાતજાતની ટિપ્પણી કરી રહ્યા છે, આ ફોટોશૂટમાં લિફ્ટનો એક ફોટો પણ છે, જેમાં શ્વેતા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીર જોઈને એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – તમારો એક્સ ડિપ્રેશનમાં હશે.

તેની કારકિર્દીની વાત કરી તો અભિનેત્રી તરીકે શ્વેતા તિવારી લાંબા સમયથી અભિનય ક્ષેત્રથી દૂર છે. તે છેલ્લે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળી હતી, જે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ હતી. આ શ્રેણીમાં, શ્વેતાએ અભિનેતા વિવેક ઓબેરોયની પત્નીની ભૂમિકા ભજવી હતી.