ચાવી વગર માત્ર 5 જ સેકેન્ડમાં શટર ખોલીને દુકાનનો સામાન કરી દીધો ગાયબ, શાતીર ચોરનો વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ

ચોર ચોરી કરવા માટે ખુબ દિમાગ લગાવતા હોય છે, ઘણીવાર તો તેમના જુગાડ એવા હોય છે, જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. પરંતુ ઘણીવાર ચોર ચોરી કરવા જતા હોય છે  ત્યારે એ વાત ભૂલી જાય છે કે ઉપરવાલા સબ દેખતા હે. એટલે કે ઉપરવાલા મતલબ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા. ચોર ચોરી કરવા જાય છે ત્યારની ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોર ચાવી વગર શટર ખોલતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં ચાર ચોર એક દુકાન પાસે આવે છે. આ પછી તે ચાવી વગર મજબૂત શટર તોડી નાખે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરોએ માત્ર પાંચ સેકન્ડમાં જ કપડા વડે શટર ખોલ્યું હતું.

આ પછી ચોરો દુકાનની અંદર રાખેલો તમામ કિંમતી સામાન લઈ ગયા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડના વિડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા રાતના અંધારામાં શાતિર ચોર શેરીમાં આવીને ઉભા રહે છે. આ પછી, તે આજુબાજુની માહિતી લે છે કે ત્યાં કોઈ છે કે નહીં. ત્યારબાદ ચારેય ચોરો હાથ વડે શટર ઉંચુ કરીને ખોલવાનો પ્રયાસ કરે છે. જો કે, જ્યારે તે આમાં સફળ થઈ શકતા નથી, ત્યારે તે દુપટ્ટો કાઢીને શટરના હેન્ડલમાં ફસાવે છે અને તેને મજબૂતીથી ઉંચો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વીડિયોમાં જોઈ શકાય છે કે શટરનો વચ્ચેનો ભાગ ખૂબ જ સરળતાથી બહાર આવે છે. આ પછી, શટર ખોલતાની સાથે જ ચોરો દુકાનની અંદર જાય છે અને તમામ કિંમતી સામાનની ચોરી કરે છે અને ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ખૂબ જ ઝડપથી જોવામાં આવી રહ્યો છે, વીડિયોને જોતા લોકો અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારા વિસ્તારમાં આવી ચોરી થઈ છે.’

Niraj Patel