ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શ્રેયસ ઐય્યરે પોતાના પ્રદર્શનના દમ પર ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. મીડિયામાં તેમના અંગત જીવન વિશે ઓછી ચર્ચા થાય છે. આજે આપણે તેના અંગત જીવન કે તેના વિશે વાત નથી કરવાના પણ તેની બહેન બહેન શ્રેષ્ઠા ઐય્યર વિશે વાત કરવાના છીએ, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. શ્રેયસ અય્યરની નાની બહેન શ્રેષ્ઠા ઐય્યર વિશે ઈન્ટરનેટ પર વધુ માહિતી નથી, પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને કહી શકાય કે તે તેના ભાઈ જેટલી જ ક્રેઝી છે.
શ્રેયસ ઐયરની બહેન અને તેનો પરિવાર મુંબઈમાં રહે છે પરંતુ તે મૂળ કેરળના વતની છે. 26 વર્ષનો શ્રેયસે વર્ષ 2014માં ડેબ્યૂ કર્યુ હતું અને ફર્સ્ટક્લાસમાં 4500થી વધુ રન બનાવ્યાલ હતા. શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠા ઐયર વ્યવસાયે કોરિયોગ્રાફર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે. એક ફિલ્મમાં તેનો આઇટમ નંબર ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તેણે કહ્યું કે તેને રોડીઝ અને સ્પ્લિટ્સવિલા જેવા રિયાલિટી શોમાંથી ઓફર મળી હતી પરંતુ તેણે તેને નકારી કાઢી હતી.
શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠાએ ફિલ્મ ‘સરકારી બચ્ચા’ના ‘એગ્રીમેન્ટ કારલે’ ગીતમાં પોતાના અદ્ભુત નૃત્ય પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા છે. પહેલેથી જ એક પ્રખ્યાત કોરિયોગ્રાફર, શ્રેષ્ઠાએ ઓન-સ્ક્રીન પર્ફોર્મન્સમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેના અદ્ભુત ડાન્સ મૂવ્સ અને આત્મવિશ્વાસથી સાબિત થયું છે કે તે ફક્ત કોઈ સેલિબ્રિટીની બહેન જ નથી પણ પોતે પણ એક મહાન કલાકાર છે.શ્રેષ્ઠા ઐયરના મંત્રમુગ્ધ કરનારા ડાન્સ મૂવ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. ચાહકો અને સેલિબ્રિટી બંનેએ તેમના અભિનયની પ્રશંસા કરી છે. ‘એગ્રીમેન્ટ કારલે’ ગીત બધા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ ગીત 2025ના સૌથી વધુ ચર્ચિત બોલીવુડ ગીતોમાંનું એક બની ગયું છે.
શ્રેષ્ઠાએ રુસલાન મુમતાઝ સાથે નૃત્ય કરીને ગીતમાં એક નવું જીવન લાવ્યું. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીએ ગીતની દ્રશ્ય અપીલને વધુ વધારી છે. આ ડાન્સ નંબર ફિલ્મના પ્રમોશનલ ઝુંબેશનો એક ખાસ ભાગ હતો.ક્રિકેટર શ્રેયસ ઐયર સોશિયલ મીડિયા પર તેની બહેનના બોલીવુડ ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તેમની પોસ્ટથી તેમની બહેનના પ્રદર્શન વિશે વધુ ચર્ચા થઈ. ‘સરકારી બચ્ચા’ તેના અદ્ભુત ડાન્સ મૂવ્ઝને કારણે વધુ ચર્ચામાં આવ્યું.
જોશીલા બીટ્સ અને આકર્ષક કોરિયોગ્રાફી સાથે, આ ગીત દરેકનું પ્રિય ગીત બની ગયું. તેના અદ્ભુત મૂવ્સ અને એક્સપ્રેશનની સરખામણી નોરા ફતેહી અને કેટરિના કૈફ જેવી ટોચની બોલીવુડ ડાન્સર્સ સાથે કરવામાં આવી હતી. બંને ભાઈ બહેન જાત મહેનતથી આગળ વધ્યા છે. શ્રેયસ ઐયર અને શ્રેષ્ટા ઐયરને ઈન્ટાગ્રામમાં ફોલો કરનારો વર્ગ બહુ મોટો છે.