એરપોર્ટ પર સ્પોટ થઇ શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા કપૂર, 7 PHOTOS જોઈને ફેન્સે કહ્યું વાહ સુંદરતા હોય તો આવી
બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એ હસીનાઓમાંની એક છે, જેની સ્ટાઇલમાં ઘણુ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. શ્રદ્ધાની પર્સનાલિટી ગર્લી ફેમિનિન અને બબલી જ નહિ પરંતુ તેની બ્યુટી ગેમ પણ ઘણી સ્ટ્રોંગ છે. આવું જ કંઇક આજે જોવા મળ્યુ જયારે અભિનેત્રીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી.
શ્રદ્ધા કપૂર ખૂબસુરત અને ગોર્જિયસ અંદાજમાં એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તે જયારે પણ ઘરેથી બહાર નીકળે છે ત્યારે ચાહકોનું દિલ જીતી લે છે.
તે જલ્દી જ ફિલ્મ “નાગિન”માં જોવા મળવાની છે. નાગિન ફિલ્મ માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહી છે. આ ફિલ્મના સિલસિલામાં તે કયાક રવાના થઇ છે અથવા તો કોઇ બીજા કામ માટે તે નીકળી છે, તેની હજી કોઇ જાણ થઇ નથી.
શ્રદ્ધાએ મલ્ટી કલર્સ વાળો બોડી હેગિંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં એ-લાઇન પેટર્ન સાથે સ્ટ્રેપી સ્લીવ્સ હતી. ડ્રેસમાં બેકમાં બોલ્ડ ટચ આપવામાં આવ્યો હતો. જે પૂરા લુકના સ્ટાઇલ કોશન્ટને જબરદસ્ત રીતે વધારતો જોવા મળી રહ્યો હતો.
શ્રદ્ધા કપૂરે જે ડ્રેસ પહેર્યો છે, તેમાં કોન્ટ્રાસ્ટિંગ કલર એડ કરતા કલરબ્લોક ઇફેક્ટ ક્રિએટ કરી હતી, જે ખૂબસુરત લાગી રહી હતી. આ ડાર્ક કલરના આઉટફિટને ઉમર શેખની ટીમે ફાઇનલ કરી હતી.

શ્રદ્ધા કપૂરે તેના લુકને કમ્પલિટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો અને તેની સાથે તેણે ડ્રામેટિક લાઇનર, સેફટી માટે માસ્ક અને વાળને ખુલ્લા રાખ્યા હતા. જેના સાથે તેણે ALDOના પિંક સેંડલ્સ મેચ કર્યા હતા.
શ્રદ્ધાએ તેના હાથમાં એક બેગ પણ કેરી કર્યુ હતુ. જે ઓવરઓલ આઉટફિટ સાથે ઘણુ સારુ લાગી રહ્યુ હતુ.

શ્રધ્ધાની સાથે સાથે રણબીર કપૂરને પણ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, તેમનો લુક પણ ઘણો નિરાલો હતો. શ્રદ્ધા અને રણબીર તેમની અપકમિંગ ફિલ્મના શુટ માટે દિલ્લી રવાના થયા છે.

તે બંને પહેલી વાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. બંને લવરંજનની રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ હજી ડિસાઇડ નથી.
રણબીર કપૂરના લુકની વાત કરીએ તો, તેઓ ઓલ બ્લેકમાં નજરે પડ્યા હતા તેમણે આ સાથે કેપ પહેરી હતી અને બંનેએ સેફટીને ધ્યાને લઇને માસ્ક પણ કેરી કર્યુ હતુ.