શું તમે કયારેય રોડ રોલર નીચે બાઈક કચડાતા જોયું છે ? જુઓ કેવી રીતે બાઈકની બની ગઈ ચટણી, હેરાન કરી દેનારો વીડિયો

રોડ ઉપર આપણે ઘણા બધા અકસ્માત થતા જોઈએ છીએ, ઘણા એવા અકસ્માત પણ હોય છે જેમાં વાહનોના  કચ્ચરઘાણ પણ નીકળી જતા હોય છે. ઘણીવાર આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને કોઈ રોડ રોલરને જોઈએ ત્યારે એમ થાય કે આની નીચે જો કોઈ વસ્તુ આવી જાય તો ચપ્પડ જ વળી જાય. તો જરા વિચારો રોડ રોલર નીચે બાઈક આવી જાય તો તેની કેવી હાલત થાય ? આવું જ કંઈક એક વીડિયોમાં હાલ જોવા મળી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક રોડ રોલર ઉભું છે અને તેની સામે એક બાઈક પણ છે. બાઇકને નીચે પાડી દેવામાં આવે છે અને રોડ રોલર તેના ઉપર ત્રણથી ચાર વાર પસાર થાય છે, જેના કારણે બાઇકનો કચ્ચરઘાણ વળી જાય છે. બાઇકમાં જે મેટલની વસ્તુઓ છે તે ચપ્પટ થઇ જાય છે તો અન્ય સમાન પણ તૂટી ફૂટી જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો વર્ષ 2019માં ક્રેઝી XYZ યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી 3 કરોડ 40 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકોએ ખુબ જ પસંદ પણ કર્યો હતો, અને આ વીડિયોની ખુબ જ ચર્ચાઓ પણ થતી જોવા મળી હતી.

ક્રેઝી XYZ ચેનલ ઉપર આવા જ દિલધડક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરતા હોય છે. આ ચેનલમાં યુટ્યુબર અમિત પોતાના સાથીઓ સાથે ઘણીવાર આવા અવનવા અને હેરત અંગેજ અખતરા કરતા જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ તેને એક મેટ્રો ટ્રેન હાયર કરી હતી અને તેમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. જે વીડિયો તેને યુટ્યુબ ઉપર અપલોડ કર્યો હતો અને લોકોએ પણ તેને ખુબ જ પસંદ કર્યો હતો.

Niraj Patel