અમેરિકામાં ફરી એક વખત થઇ ગોળીબારની ઘટના, આટલા લોકોના મૃત્યુ

મહાસત્તા અમેરિકાના સપના જોનારા ચેતી જજો: ઓક્લાહોમાં આઉટડોર ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકોના થયા મૃત્યુ

અમેરિકામાં ગોળીબારની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. હવે ઓક્લાહોમામાં મેમોરિયલ ડે ફેસ્ટિવલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓક્લાહોમામાં રવિવારે એક આઉટડોર મેમોરિયલ ડે ફેસ્ટિવલમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 7 લોકો ઘાયલ થયા છે.

ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલમાં હજારોની સંખ્યામાં લોકો શામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મેમોરિયલ ડે કાર્યક્રમમાં ગોળીબારીના શિકાર થયેલા ઘાયલ લોકોની ઉંમર 9 થી 56ની વચ્ચેની હતી.

પ્રતિકાત્મક તસવીર

ગોળીબારીની જાણકારી આપતા ઓક્લાહોમા સ્ટેટ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ફાયરિંગમાં 39 વર્ષની મહિલાનો જીવ ગયો છે. આ ઘટનામાં અડધા ડઝન કરતા વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર કહેવામાં આવી રહી છે. બધા ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે.

પ્રતિકાત્મક તસવીર

ઓક્લાહોમા પોલીસે આ ઘટનાના આરોપી સ્કાઈલર બકનર માટે ધરપકડની વોરંટ બહાર પડી દીધું છે. આરોપીની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે. તેણે રવિવારે બપોરે મસ્કોગી કાઉન્ટી શેરીફ કાર્યાલયમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ તે જાણવા માંગી રહી છે કે આરોપીએ આવું કેમ કર્યું.

આવો જ એક કિસ્સો 25મે ટેકસસમાં ગોળીબારીની દર્દનાક ઘટના સામે આવી હતી જેમાં આખા અમેરિકાને હલાવીને મૂકી દીધું હતું. ઉવાલ્ડૅના રોબ એલિમેન્ટ્રી સ્કૂલમાં 18 વર્ષીય યુવક સલ્વાડોર રામોસે ઓટોમેટિક ગનથી અંધાધૂન ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 19 વિધાર્થી અને 2 શિક્ષકોનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગોળીબારીની અલગ અલગ ઘટનાઓમાં 17000 કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે તેમાંથી 640 બાળકો પણ શામેલ છે.

Patel Meet