વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર તેમની લેવિશ લાઇફસ્ટાઇલને લઇને ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવારના કોઇ ફંક્શન્સ કે પછી પાર્ટીઓ અથવા તો લગ્ન પર દુનિયા નજર રાખે છે. ત્યારે અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાના ગળાનો હાર હાલ ચર્ચામાં આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની વહુ શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો છે.
આ નેકલેસની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે કોઈ આટલા મોંઘા ઘરેણાં પણ ગિફ્ટ કરે. પણ આ તો અંબાણી છે ને કંઇ પણ કરી શકે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો છે. આ નેકલેસની કિંમત 2-4 કે 10-20 કરોડ નહીં પરંતુ 450 કરોડથી પણ વધારે છે.રિપોર્ટ્સ અનુસાર, શ્લોકા મહેતા પાસે જે નેકલેસ છે તે દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ છે.
હવે તમે વિચારતા હશો કે આટલા મોંઘા નેકલેસમાં એવું તો શું ખાસ છે. તો જણાવી દઇએ કે આ ડાયમંડ નેકલેસમાં વિશ્વનો સૌથી મોટો ઇંટરનલી ફ્લોલેસ હિરો જડેલો છે. જેની કિંમત 450 કરોડ કરતા વધારે છે. આ નેકલેસ લેબનાની જ્વેલર મૌવાડે બનાવ્યો છે, જેને L’Incomparable કહેવામાં આવે છે અને તેમાં દુનિયાના સૌથી મોટા ઇંટરનલી ફ્લોલેસ ડાયમંડ લાગેલો છે. ઉલ્લેખનીય છે કે શ્લોકાના આ નેકલેસમાં 91 જેટલા હીરા છે, જે 200 કેરેટથી વધુ છે. આ હીરા આ નેકલેસને એકદમ યુનિક લુક આપે છે.
શ્લોકાના નેકલેસની ડિઝાઈન ન તો કોપી કરી શકાય છે કે ન તો રીડીઝાઈન કરી શકાય છે. મતલબ કે આ અંબાણી પરિવારની આ એન્ટિક જ્વેલરી છે.જો કે, કેટલાક અહેવાલ અનુસાર, શ્લોકાનો નેકલેસ 2022માં સોદબીમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં હીરામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. પ્રથમ, હીરાને તેના આકારને સુધારવા અને તેની ઊંડાઈ અને ચમક વધારવા માટે ફરીથી કાપવામાં આવ્યો હતો. આ કારણે નેકલેસનું વજન ઘટીને 104.38 કેરેટ થઈ ગયું. ત્યાં પીળા રંગનો હીરો 303.10 કેરેટમાં બદલાઈ ગયો.
આ રીતે શ્લોકાનો અનોખો ડાયમંડ નેકલેસ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. શ્લોકાની વાત કરીએ તો, તે હાલમાં જ ચર્ચામાં આવી હતી. જ્યારે તે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટરના લોન્ચિંગ ઇવેન્ટમાં જોવા મળી, ત્યારે તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. જો કે, શ્વેતાએ ફોટોશૂટ દરમિયાન તેના બેબી બંપને ફ્લોન્ટ પણ કર્યો હતો. શ્લોકા અને આકાશ અંબાણીને પહેલા એક દીકરો પૃથ્વી અંબાણી છે અને હવે કપલ જલ્દી જ તેમના બીજા બાળકનું પણ સ્વાગત કરવાના છે.
અંબાણી પરિવારની વાત કરીએ તો, તે અવાર નવાર મોંઘી મોંઘી વસ્તુઓને લઇને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઇવેન્ટમાં અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટ ઘણા ચર્ચામાં રહ્યા હતા. રાધિકા મર્ચન્ટે બ્લેક ઇન્ડો વેસ્ટર્ન સાડી સાથે જે નાનકડુ પર્સ કેરી કર્યુ હતુ તેની કિંમત 2 કરોડ જેટલી હોવાનું કહેવાય છે. જ્યારે અનંત અંબાણીએ આ ઇવેન્ટ દરમિયાન લગભગ 18 કરોડની ઘડિયાળ પહેરી હતી.
View this post on Instagram