અમદાવાદ : હિટ એન્ડ રન કેસમાં થયો મોટો થયો ખુલાસો, આરોપીએ કહ્યુ- પાછળ પોલિસ…

દેશમાંથી હિટ એન્ડ રનની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે સોમવારના રોજ જ એક ઘટના સામે આવી હતી, જેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા લોકો પર એક I20 કાર ફરી વળી હતી અને એક વ્યક્તિનું મોત થયુ હતુ જયારે લગભગ 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પર્વ શાહ

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. ચોમાસાનો સમય હોય વરસાદથી બચવા માટે તેમને ફુટપાથનો સહારો લીધો હતો, ત્યારે મોડી રાત્રે GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કાર આ લોકો પર ફરી વળી હતી અને સંતુબેન નામની એક મહિલાને કારે કચડી નાખતા તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સંતુબેન

આ બાબતે હવે ખુલાસો થયો છે, ત્યારે આ ગાડી માલિક શૈલેષ શાહનો દીકરો જે 21-22 વર્ષનો છે તે ચલાવી રહ્યો હતો. તેનું નામ પર્વ શાહ હોવાનું સામે આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, પર્વ શાહ લગભગ 11.30 વાગ્યાની આસપાસ પોતાના મિત્રો સાથે સિંધુભવનથી નીકળ્યો અને ત્યારે રાત્રે 12.15 વાગ્યા આસપાસ કોઇ વેન્ટો કાર પાછળ હતી અને તેમને એવું લાગ્યુ હતુ કે તે ગાડી તેમનો પીછો કરી રહી છે

ત્યારે તેઓએ તેજ રફતારમાં ગાડી દોડાવી હતી અને ત્યારે જ તેમની કારને વેન્ટોવાળાએ દવાબતા બ્રેક મારી જો કે ગાડી પરથી સંતુલન ગુમાવતા તે ગાડી ફૂટપાથ પર ચઢી ગઇ હતી અને અક્સ્માત સર્જાયો હતો. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, તેની પાછળ પોલિસની ગાડી હોવાનું લાગતા તે ડરી ગયો અને એટલા જ માટે તેણે ગાડી ખૂબ જ ઝડપથી દોડાવી હતી.

આરોપી પર્વના પિતાનો દાવો છે કે, બે ગાડીઓ વચ્ચે રેસ વાળી વાત ખોટી છે. તેમણે કહ્યુ કે તેમના દીકરા પાસે ગાડીનું લાઇસન્સ છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. આરોપી પર્વ શાહ પોલિસ સમક્ષ હાજર થયો હતો અને તેના પિતાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે. આ ગાડીએ ટ્રાફિકના નિયમો તોડ્યા છે અને હજારો રૂપિયાનો દંડ ભર્યો નથી, તમામ મેમો હજુ પેન્ડિંગ છે

Shah Jina