ઉજ્જૈનમાં ખોદકામમાં નિકળ્યું 1 હજાર વર્ષ જૂનુ વિશાળ શિવ મંદિર, જુઓ તસવીરો

ભારતને મંદિરનો દેશ કહેવામાં આવે છે. ખાસ કરીને યૂપી અને એમપીમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ઉજ્જૈનનું નામ સાંભળતા જ આપણને મહાકાલની યાદ આવી જાય. કારણ કે ઉજ્જૈનમાં દર વર્ષે લાખો શિવ ભક્તો દર્શન માટે આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈનથી આશરે 35 કિમી દુર એક શિવ મંદિર મળી આવ્યું છે.  ઉજ્જૈનના બડનગર રોડ પર કલમોડામાં ખોદકામ દરમિયાન પરમાર કાલીન 1 હજાર વર્ષ જૂનુ મંદિરાના શિલાલેખ સ્થાપત્ય ખંડ અને શિવ, વિષ્ણુ, નંદી જલહરી ખંડિત અવસ્થામાં મળી આવી છે.

તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા શરૂ થયેલા આ ખોદકામ દરમિયાન એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે અહિં ગર્ભગૃહ હોઈ શકે છે. ત્યારબાદ ભોપાલ પુરાતત્વ વિભાગની ટીમે અહીં આવીને સર્વેક્ષણ કર્યું અને પુરાતત્વ રિસર્ચ અધિકારી ડો. ધુવેન્દ્ર જોધાના નિર્દેશનમાં ખોદાકામ શરૂ કરવામાં આવ્યું.

સૌના આશ્ચર્ય વચ્ચે આ અહીં ગર્ભગૃહ મળી આવ્યું છે અને સાથે સાથે એક મોટું શિવલિંગ પણ મળી આવ્યું છે. આ અંગે રિસર્ચ અધિકારીએ જણાવ્યું કે, ખોદકામ દરમિયાન મળી આવેલા મંદિરની લંબાઈ આશરે 15 મીટર છે.

આ મંદિર તે સમયે એક મોટું મંદિર રહ્યું હશે. તેમણે જણાવ્યું કે આ જગ્યાએ છેલ્લા એક વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે. જો કે વચ્ચે કોરોના મહામારીને કારણે કામ કાજ રોકવું પડ્યું હતું. હવે કોરોનાના કેસ ઓછા થતા ફરી કામ શરૂ થયું અને ગર્ભગૃહ મળી આવ્યું. આ પરમાર કાલીન મંદિરના અવશેષના રૂપમાં છે.

જલાધરી, ખંડિત અવસ્થામાં સમગ્ર અવશેષ,કળશ, આમલક, અમલ સારિકા,સ્તમ્ભ ભાગ, લતા વલ્લભ,કોણક મંદિર સ્થાપત્ય ખંડ આ ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. જો કે હજી પણ આ ખોદકામ ચાલી રહ્યું છે. સંશોધન કર્તાએ જણાવ્યું કે, આ જગ્યાએ અમને બે વર્ષ પહેલા વિલેજ ટુ વિલેજ સર્વે આપવામાં આવ્યો હતો. આ સર્વ માટે જ્યારે અમે પહેલા અહીં આવ્યા હતા ત્યારે અમે કેટલાક અવશેષો મળ્યા હતા.

ત્યારબાદ તેનો અભ્યાસ કર્યો અને અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આ જગ્યાએ ખોદકામ કરવું છે. પછી અમે તેની પરમિશન લીધી અને આજે રિઝલ્ટ તમારી સામે છે. જ્યાં આજે વિશાળ મંદિરના અવશેષ મળી આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આ મંદિર પૂર્વ મુખી છે અને તેના અવશેષ અમને ગયા વર્ષે મળ્યા હતા. હજી પણ અહીં કામગીરી ચાલું જ છે. તેમાથી આખુ ગર્ભગૃહ નિકળ્યું છે. ગર્ભગૃહ વર્ગાકાર છે. આ ઉપરાંત પાણી ઉત્તરની દિશામાં બહાર નિકળે છે.

આ વસ્તુની શોધ તાજેતરમાં જ થઈ છે. આમની સાથે સાથે કીર્તિ મુખ,કળશ, આમલક, સ્થાપત્ય ખંડ પણ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે પૂરાતત્વના આધિકારીઓ અને ગામ લોકો સહિત 20 લોકો આ કામમાં લાગ્યા છે. હવે આ પૌરાણીક મંદિર મળી આવતા લોકોમાં કુતુહલ સર્જાયું છે.

YC