રિયાલિટી શોમાં કરી કમાણી, હવે એ જ પૈસાથી પોતાના શોખ પુરા કરી રહ્યો છે, હાલમાં જ ખરીદી ચમચમાતી લક્ઝુરિયસ કાર, વ્યક્ત કરી ખુશી, જુઓ

આ “બિગ બોસ” ફેમ એ પોતાની મહેનતની કમાણીથી ખરીદી લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર.. તસવીરો શેર કરીને કહ્યું એવું કે… જુઓ વીડિયો

આપણા દેશમાં રિયાલિટી શોના લોકો દીવાના છે. ટીવી પર અવાર નવાર અલગ અલગ રિયાલિટી શો આવતા હોય છે અને તેમાં પણ દર્શકોનો સૌથી મન પસંદ શો છે “બિગ બોસ”. આ શો લાખો લોકો અચૂક જોતા હોય છે અને શોના પ્રતિસ્પર્ધીઓ પણ ચાહકો વચ્ચે છવાયેલા રહેતા હોય છે.

ત્યારે ‘બિગ બોસ 16’ના સૌથી પ્રિય સ્પર્ધકોમાંથી એક એવા શિવ ઠાકરેએ આખરે પોતાના માટે એક નવી કાર ખરીદી છે. હવે શોરૂમમાંથી શિવ ઠાકરે અને તેમની કારનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ તેમને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ પ્રસંગે શિવ ઠાકરેએ તેમના નવા વાહનનું પરંપરાગત રીતે કેક કાપી અને નારિયેળ ફોડીને સ્વાગત કર્યું હતું.

બે સેકન્ડ હેન્ડ કાર પછી શિવ ઠાકરેની પહેલી નવી કાર જોઈને તેમના ચાહકો પણ ખૂબ જ ખુશ છે. વીડિયોમાં શિવ ઠાકરે તેમની નવી કારને કિસ કરતા જોવા મળે છે. શિવ ઠાકરે ભલે ‘બિગ બોસ 16’નો તાજ જીતવાથી એક ડગલું દૂર હોય પરંતુ તે લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ જ કારણ છે કે આજે તેના ચાહકો પણ તેની દરેક ખુશીમાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Shiv Thakare (@shivthakare9)

શિવ ઠાકરેએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તેઓ નવી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે અને આખરે તેમણે ગુરુવારે તેમની ઈચ્છા પૂરી કરી છે. પેપરાજીએ શિવ ઠાકરેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શિવ ઠાકરે નારિયેળ વધેરતા જોવા મળી રહ્યો છે. તે કેક પણ કાપે છે અને નવી કારને ઢાંકેલું કપડું હટાવીને તેને કિસ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શિવનો આ વીડિયો જોયા બાદ તેને અભિનંદન આપવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકોએ કહ્યું “શિવની મહેનત રંગ લાવી છે. કેટલાકે તો ઈશ્વર તેના પર આશીર્વાદ બનાવી રાખે તેવી પ્રાર્થના પણ કરી છે.” તાજેતરમાં, એક ઇવેન્ટમાં, પેપરાજીએ શિવને પૂછ્યું હતું “અમે સાંભળ્યું છે કે તમે નવી કાર લેવાની યોજના બનાવી રહ્યા છો ? તેના પર શિવ ઠાકરેએ કહ્યું હતું “દોસ્ત, મેં ટોકન આપી દીધું છે, હવે હું તે પાછું નહિ લઉં. એવરેજ વાળી ગાડી લીધી બ્રો.”

Niraj Patel