શિલ્પા શેટ્ટીના પરિવાર માટે આ મુશ્કેલી વાળો સમય છે. તેના પતિ રાજ કુન્દ્રા કેસમાં ફસાયા છે તેની ધરપકડ થયા બાદ શિલ્પા અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. શિલ્પા શેટ્ટીનો તાજેતરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને ફરી એક વાર યુઝર્સે શિલ્પાના આ વીડિયો પર ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. શેર કરેલો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં શિલ્પા હસતી જોવા મળી રહી છે. લોકોએ આ વીડિયો પર તેને ટ્રોલ કરી છે. રાજ કુન્દ્રાને લઈને કરવામાં આવેલી કોમેન્ટ્સ પર હોસ્ટે યોગ્ય જવાબ આપ્યો છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને હજુ જામીન મળ્યા નથી. આ દરમ્યાન શિલ્પા શેટ્ટી પોતાની લાઈફ ફરી વાર ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરી રહી છે.
શિલ્પાએ સુપર ડાન્સર ચેપ્ટર 4માં પાછી આવી હતી અને તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થઇ ગઈ છે. આ દરમ્યાન એક ચેટ શોનું ટીઝર સોશિયલ મીડિયા પર આવ્યું છે. શિલ્પા આ ચેટ શોમાં મહેમાન તરીકે આવી છે. શોના ટીઝરમાં શિલ્પા ખડખડાટ હસતી જોવા મળી રહેલ છે.
તે વીડિયોમાં કેપ્શન હતું કે જુઓ શોમાં શિલ્પા કઈ વાત પર આટલું હસી રહી છે. આના પર એક યુઝરે લખ્યું છે કે, આ વાત પર હસી રહી છે કે રાજ કુન્દ્રાએ કેવી રીતે ફિલ્મો બનાવીને અન્ય મહિલાઓનું જીવન બરબાદ કરી દીધી અને આવા કામ કર્યા પછી વ્યક્તિને જાડી ચામડી વાળો અને બેશરમ થઇ જવું જોઈએ. આ માટે શોના હોસ્ટ જેનિસે જવાબ આપ્યો, ટાઈમ લાઈન પર ગંદકી કરતા પહેલા કૃપા કરીને કેપ્શન વાંચી લો કે શૂટ ક્યારે થયું હતું.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. વીડિયો સાથે આપેલા કેપ્શન મુજબ જુલાઈમાં તેની ધરપકડ પહેલા ચેટ શો શૂટ કરવામાં આવ્યો હતો. રાજની ધરપકડ બાદ શિલ્પાએ જાતે મીડિયા, સોશિયલ મીડિયા અને જાહેર મેળાવડાથી દૂર કરી લીધી હતી.
View this post on Instagram