શિલ્પા શેટ્ટી કરિયરની શરૂઆત અને તે પહેલા દેખાતી હતી કંઇક આવી
બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટીનો જન્મ 8 જૂન 1975ના રોજ મંગલુરૂમાં થયો હતો. શિલ્પાને લોકો આજે પણ ઘણી પસંદ કરે છે. આ ઉંમરે પણ તે ખૂબ જ ફિટ છે. તે જ કારણ છે કે, તેને જોઇને લોકો આજે પણ તેને 25 વર્ષની કહેે છે.

શિલ્પા શેટ્ટી આ ઉંમરે પણ ઘણી હસિનાઓને માત આપે છે. શિલ્પાના લાખો ચાહકો છે અને તે જ કારણ છે કે, તેની કોઇ પણ તસવીર હોય કે વીડિયો જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે.

શિલ્પા શેટ્ટીની ખૂબસુરતી અને અંદાજને જોઇને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કિલ છે. તમને જણાવી દઇએ કે, તેમની જૂની તસવીરમાં તેમને ઓળખવા પણ મુશ્કિલ છે. તેમના લુકમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે. અભિનેત્રીની જૂની તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

કહેવાય છે ને કે સ્ટાડડમ બધુ જ બદલી દે છે. કેટલીક વાર લાઇફસ્ટાઇલથી લઇને ચહેરા સુધી… તેનું એક ઉદાહરણ બોલિવુડમાં જોઇ શકાય છે. અહીં કેટલીક અભિનેત્રીઓ છે જેમની જૂની તસવીરને જોઇ તેમને ઓળખવા પણ મુશ્કિલ થઇ જાય છે. આમાંથી એક અભિનેત્રી છે જે આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે.

બોલિવુડની ફિટનેસ ક્વીન જેને કહી શકાય તે શિલ્પા શેટ્ટી પણ આમાંથી એક છે. તેમની જૂની તસવીરમાં તેમને ઓળખવા પણ મુશ્કિલ છે. તેમના લુકમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે. અભિનેત્રીની જૂની તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયારે શિલ્પાની એન્ટ્રી થઇ ન હતી ત્યારથી અત્યાર સુધીના લુકમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. આ દરમિયાન તેમને તેમના લુકને લઇને ઘણી મહેનત કરી.

તેમના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જયારે તેમણે યોગ કરવાનું નક્કી કર્યુ. તે બાદ શિલ્પાએ યોગથી દુનિયાને પણ રૂબરૂ કરાવ્યુ. પ્લાસ્ટિક સર્જરી કરાવનાર હસીનાઓમાં શિલ્પા શેટ્ટી પણ સામેલ છે. શિલ્પા એ નાકની સર્જરી કરાવી છે. શિલ્પાએ તેના ચહેરાને આકર્ષણ અને બરાબર કટ માટે નાકની સર્જરી કરાવી હતી.

તસવીરો જોઇ તમે તેનો અંદાજો લગાવી શકો છો. આ તસવીરો ત્યારની છે જયારે તે યુવા હતી. શિલ્પાએ વર્ષ 1993માં ફિલ્મ “બાજીગર”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તે જ વર્ષે તેની એક બ્લોકબસ્ટર ફિલ્મ “મેં ખિલાડી તુ અનાડી” પણ રીલિઝ થઇ હતી.

તમને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી તેમની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. તે માટે તે ખૂબ જ મહેનત કરે છે અને ખાવા-પીવાનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. આ જ કારણ છે કે તેઓ આજે પણ લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચી લે છે.

શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે એક ડાંસ શોમાં જજની ભૂમિકામાં છે. આ ઉપરાંત તે પોતાની યુટયૂબ ચેનલ પણ ચલાવે છે. શિલ્પા ફિલ્મોથી ઘણા સમયથી દૂર છે અને તે હવે ફિલ્મોમાં વાપસી કરવા જઇ રહી છે. તેમની અપકમિંગ ફિલ્મ “હંગામા 2” છે અને આ ઉપરાંત તે “નિકમ્મા”માં પણ જોવા મળશે.

શિલ્પા શેટ્ટી એ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે અને તેઓને બે બાળકો પણ છે. તે અવાર નવાર પતિ રાજ સાથે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતી રહે છે. તેઓને એક દીકરો અને એક દીકરી છે. શિલ્પા ગયા વર્ષે જ સેરોગસીની મદદથી એક દીકરીની માતા બની હતી.