ઇન્સ્ટાગ્રામ પર કમાઈ શકો છો રૂપિયા, શાર્ક ટેન્કમાં આવ્યો જબરદસ્ત આઈડિયા, જુઓ

Shark Tank India Instagram : ટીવી પર પ્રસારિત થતો શો શાર્ક ઇન્ડિયા ખુબ જ લોકપ્રિય બની ગયો છે અને તેની દરેક સીઝનની દર્શકો રાહ જોતા હોય છે, આ શોની અંદર ઘણા બધા બિઝનેસ આઈડિયા પણ જાણવા મળે છે અને ઘણા લોકો પોતાના આઈડિયા લઈને આ શોમાં જતા પણ હોય છે, જ્યાંથી તેમને મોટું ફંડ પણ મળતું હોય છે. ત્યારે શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 3ના 8મા એપિસોડમાં મુંબઈના ત્રણ છોકરાઓએ એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યો જેમાં શોમાં હાજર તમામ શાર્ક, નમિતા થાપર, અમન ગુપ્તા, પીયૂષ બંસલ, અમિત જૈન, અનુપમ મિત્તલ અને અઝહર ઈકબાલ બધા રોકાણ કરવા માંગતા હતા.

શાર્ક ટેન્કમાં આવી ડીલ :

આ ડીલને લઈને તમામ શાર્ક વચ્ચે જોરદાર ચર્ચા પણ થઈ હતી. ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે ત્રણેય શાર્ક તેમને લલચાવવા માટે તેમની પસંદગીના સોદાની ઓફર કરવા પણ તૈયાર થઈ ગયા. મુંબઈથી દિશાંત સંઘવી, રિજ એપેન અને યશ સાખલેચા શાર્કને તેમની બ્રાન્ડ “WYLD” રજૂ કરવા આવ્યા હતા. દિશાંત સંઘવી WYLD ના સહ-સ્થાપક અને CEO છે. રિજ એપેન અને યશ સાખલેચા પણ સહ-સ્થાપક સભ્યો છે.

ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાશો :

WYLD એ સોશિયલ મીડિયા મુદ્રીકરણ સંચાલિત પેમેન્ટ કાર્ડ છે જે 1 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા Instagram બ્લોગર્સને તેમની પોસ્ટ દ્વારા કમાણી કરવાની મંજૂરી આપે છે. તે Instagram નો ઉપયોગ કરતા લોકોને પૈસા કમાવવા અને તેમની જીવનશૈલીને અપગ્રેડ કરવાની તક આપે છે. આ કાર્ડની મદદથી શોપિંગ અને ફૂડ ઓર્ડર પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. તેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે 1000 રૂપિયાની ખરીદી પર 600 રૂપિયાનું કેશબેક મળશે.

1000 ફોલોઅર્સ હોવા જરૂરી :

શાર્ક ટેન્ક ઈન્ડિયા ખાતે આપવામાં આવેલા આ પ્રેઝન્ટેશનમાં કંપનીના સીઈઓ અને અન્ય બે લોકોએ ભાગ લીધો હતો. જેણે પિચિંગ દરમિયાન જણાવ્યું કે આ કાર્ડ દ્વારા ઇન્સ્ટાગ્રામથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. કહેવામાં આવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા પૈસા કમાઈ શકાય છે પરંતુ તેના માટે 1000 થી વધુ ફોલોઅર્સ હોવા જરૂરી છે. અંતે, WYLD એshaadi.com ના અનુપમ મિત્તલ સાથેનો સોદો સીલ કરી દીધો છે. આમાં 75 લાખ રૂપિયામાં 1.50% ઇક્વિટી ઓફર કરવામાં આવી છે.

80% સુધી કેશબેક :

WYLD એ એક પ્લેટફોર્મ છે જે Android અને iOS બંને પર કામ કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓને લગભગ 80% કેશબેક મળશે. આ માટે, એક અલ્ગોરિધમ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં WYLD સ્કોર ક્રેડિટ સ્કોર દ્વારા બદલવામાં આવે છે. તે સ્કોર પોસ્ટની પહોંચ અનુસાર કેશબેક આપે છે. એવું પણ કહેવામાં આવે છે કે જેઓ 900 થી 1000 વચ્ચે સ્કોર કરે છે તેમને પોસ્ટ પર 100% કેશબેક મળશે. આ જ સ્ટોરી પર 80% કેશબેક આપવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by WYLD (@getwyld.in)

Niraj Patel