શારદીય નવરાત્રિ 2026: હાથી પર સવાર થઈને આવી રહ્યા છે માં દુર્ગા, આ 6 રાશિઓનું ખુલશે નસીબ; મળશે અપાર ધન અને માન-સન્માન

આ વર્ષે શારદીય નવરાત્રિ 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને આ વર્ષે માતા રાણીનું આગમન હાથી પર થવા જઈ રહ્યું છે. દેવી પુરાણ અનુસાર, માતાનું હાથી પર સવારી કરીને આવવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેનાથી દેશમાં સુખી અને સમૃદ્ધિ વધે છે. ત્યારે જ્યોતિષશાસ્ત્ર મુજબ, માતા દુર્ગાનું આ વાહન કેટલીક ખાસ રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનું છે. ચાલો જાણીએ કઈ 6 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે.

૧. મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકો માટે આ સમય કારકિર્દીમાં અચાનક પ્રગતિના નવા રસ્તા ખોલશે અને તમારાત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળવાથી આવકમાં વૃદ્ધિ થશે અને સમાજમાં પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.

૨. વૃષભ રાશિ (Taurus)

માં દુર્ગાની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામો ઝડપથી પૂરા થવા લાગશે. ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલ્લી જશે અને સમાજમાં માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં સારો એવો વધારો જોવા મળશે.

૩. કર્ક રાશિ (Cancer)

આર્થિક બાબતોમાં આવી રહેલી તમામ પરેશાનીઓ દૂર થશે અને આવકના નવા સ્ત્રોત બનવાના યોગ સર્જાઈ રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માતા રાણીના આશીર્વાદથી ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થશે.

૪. સિંહ રાશિ (Leo)

વેપાર-ધંધામાં મોટા ફેરફારોના સંકેતો છે, જેનાથી તમારું અટવાયેલું ધન પાછું મળી શકે છે. સમાજમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે અને કોઈ મોટા રોકાણથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

૫. કન્યા રાશિ (Virgo)

નોકરી અને વેપાર ક્ષેત્રે પ્રગતિ કરવાની તકો મળશે. જૂના રોકાણથી તગડો આર્થિક લાભ થશે, જેનાથી તમારું બેંક બેલેન્સ ખૂબ મજબૂત બનશે.

૬. ધનુ રાશિ (Sagittarius)

વ્યાપારમાં કોઈ મોટા પ્રોજેક્ટથી અપાર ધન લાભ અને માન-સન્માનની પ્રાપ્તિ થશે. નોકરી કે બિઝનેસના લીધે વિદેશ પ્રવાસના યોગ બની શકે છે અને પારિવારિક જીવન અત્યંત સુખદ રહેશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

9 ઓક્ટોબર રાશિફળ: શુક્રવારના દિવસે આ રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા!

Next Article

10 ઓક્ટોબર રાશિફળ: શનિવારે આ રાશિઓ પર વરસશે મહાલક્ષ્મીના આશીર્વાદ, ચમકી ઉઠશે ભાગ્ય!

error: Protected Content!