શરદ પૂર્ણિમા 2026: અમૃત વર્ષા સાથે આ 4 રાશિઓ પર વરસશે ધન, જાણો દુર્લભ યોગોનું મહત્વ

આસો મહિનામાં આવતી પૂનમ સૌથી ખાસ હોય છે, જેને શરદ પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષની શરદ પૂર્ણિમા 25 ઓક્ટોબર અને રવિવારે આવશે. આ વર્ષની શરદ પૂર્ણિમા ત્રણ શુભ યોગના કારણે અત્યંત ખાસ બની જવાની છે, જેના કારણે આ વર્ષે અમૃતની સાથે ધન પણ વરસશે અને વિશેષ લાભ વૃષભ, કન્યા, મકર તથા તુલા રાશિના જાતકોને મળી શકે છે.

શરદ પૂર્ણિમાનું મહત્વ

  • શરદ પૂર્ણિમા વિશેષ અને પવિત્ર ગણાય છે, જેને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે.
  • ધાર્મિક માન્યતા અનુસાર આખા વર્ષમાં ફક્ત શરદ પૂર્ણિમા જ એવી રાત છે જ્યારે ચંદ્ર પોતાની સોળે કળાએ ખીલે છે.
  • પૌરાણિક માન્યતા મુજબ શરદ પૂર્ણિમાના દિવસે જ સમુદ્ર મંથનમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા હતા.
  • આ દિવસે માં લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તો પર સુખ-સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે.
  • શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વરસાદ થાય છે તેવી પણ માન્યતા છે.

શરદ પૂર્ણિમા 2026 ના 3 દુર્લભ શુભ યોગ

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમા પર સર્જાયેલા આ શુભ યોગો 4 રાશિના લોકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે:
  • લક્ષ્મી નારાયણ રાજયોગ: તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતીથી આ યોગ બનશે.
  • હંસ મહાપુરુષ રાજયોગ: ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે અને આ દરમિયાન ગુરુ સાથે તેની યુતિ સર્જાશે.
  • સર્વાર્થ સિદ્ધિ યોગ: 25 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ શરૂ થશે.
  • આ ત્રણ શુભ યોગોની અસરથી માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને આ ચાર રાશિના લોકોને અચાનક ધન પ્રાપ્ત થવા જેવા લાભ મળશે.

25 ઓક્ટોબર 2026 ની ભાગ્યશાળી રાશિઓ

  • તુલા રાશિ: આ રાશિમાં બુધ અને શુક્રની યુતી સર્જાઈ છે, જેના કારણે અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ દિવસે ભાગ્ય સાથ આપશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થતી જણાશે.
  • વૃષભ રાશિ: અચાનક ધન લાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે, કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે, અટકેલી યોજનાઓ આગળ વધી શકે છે તેમજ પદ અને યશ વધવાની સંભાવના છે.
  • કન્યા રાશિ: અટકેલું ધન પરત મળી શકે છે અને અચાનક આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. અટકેલા કામ પૂરા થતા જણાશે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે.
  • મકર રાશિ: નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. વેપાર અને નોકરીમાં કાર્ય સુધરશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આ સમયે પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

વિરાટ કોહલી અને રોહિત શર્માનું 2027 વર્લ્ડ કપ રમવું ફિટનેસ અને પ્રદર્શન પર નિર્ભર, BCCI અધ્યક્ષે સ્પષ્ટ કરી શરતો

Next Article

શનિ ગોચર 2027: શનિ ગ્રહ બદલશે ચાલ, મેષ સહિત આ 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતીનો પ્રભાવ

error: Protected Content!