શનિ વક્રી 2021 : શનિદેવની ઉલ્ટી ચાલ, શનિ વક્રીથી તમારા જીવન પર થશે અસર, જાણો

શનિદેવ હવે ચાલશે ઉલ્ટી ચાલ, 141 દિવસો માટે રહેશે શનિ વક્રી, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ

શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. કારણ કે તેમને લાગે છે કે શનિ હંમેશા અશુભ ફળ આપે છે. પરંતુ એવું નથી. શનિ જેના પર મહેરબાન થઇ જાય તેનું નસીબ ચમકી જાય છે. જયારે શનિ પોતાને વક્રી થઇ જાય એટલે કે ઉલ્ટી ચાલ ચાલે તો તે પોતે પણ પીડિત થઇ જાય છે. જેને કારણે શનિદેવ શુભ ફળ આપ શકતા નથી.

આજથી એક મહિના બાદ 24 મે શનિ વક્રી થવા જઇ રહ્યા છે. તેની તમારા પર કેવી અસર થશે તે જાણો. વક્રી થવા પર શનિ પીડિત થઇ જાય છે. જેને કારણે શનિદેવ શુભફળ આપી શકતા નથી. 24 મે  2021 રવિવાર બપોરે 2:50 વાગ્યે શનિ દેવ વક્રી થશે. 11 ઓક્ટોબર 2021 સોમવાર સવારે 7:48 વાગ્યે શનિ દેવ વક્રીથી માર્ગી થશે. શનિદેવ કુલ 141 દિવસો સુધી વક્રી રહેશે.ધન, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તેના 3 ચરણ હોય છે. શનિ સાડા સાતીના આ ચરણ કેટલાક લાભ આપનારા સાબિત થાય છે.

મકર રાશિ પર તેનું બીજું ચરણ અને કુંભ રાશિ પર પહેલું ચરણ ચાલી રહ્યું છે. શનિના વક્રી થવાના કારણે આ 3 રાશિના લોકોની મુશ્કેલી વધી રહી છે. આ સમયે કોઈ નવું કામ શરૂ ન કરવાની અને કોઈ ખાસ રોકાણ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો. શનિના મંત્રનો જાપ કરો. શનિનો મંત્ર છે ઓમ શં શનૈશ્ચરાયૈ નમઃ, ઓમ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનિશ્વરાય નમઃ, ઓમ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે, શં યોરભિ સવંતુ નઃ. આ સિવાય તમે માટીના વાસણમાં સરસિયાનું તેલ લઈને તેમાં તમારો પડછાયો જુઓ અને તેલનું દાન કરી લો. શનિ દોષના પ્રકોપથી બચવા માટે ધતૂરાના મૂળને ગળા કે હાથમાં ધારણ કરો.

Shah Jina