વર્ષ 2026 માં ન્યાયના દેવતા શનિદેવની ચાલમાં મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે જે અમુક રાશિના જાતકો માટે સુખદ સમય લઈને આવશે. જ્યોતિષીય ગણતરી મુજબ 27 જુલાઈ 2026 ના રોજ શનિદેવ મીન રાશિમાં વક્રી થશે અને 11 ડિસેમ્બર 2026 સુધી એટલે કે કુલ 138 દિવસ સુધી આ જ અવસ્થામાં રહેશે. આ સમયગાળા દરમિયાન દિવાળીનો પર્વ પણ આવતો હોવાથી ત્રણ ખાસ રાશિના જાતકો માટે આ નવું વર્ષ અને તહેવારોની સીઝન અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે.

મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે શનિની ઉલટી ચાલ આશીર્વાદ સમાન બની શકે છે કારણ કે લાંબા સમયથી ચાલી આવતી વ્યવસાયિક અડચણો દૂર થવાના યોગ છે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા નાણાં પરત મળવાની પૂરેપૂરી શક્યતા છે જેના કારણે આર્થિક બોજ હળવો થશે. બિનજરૂરી ખર્ચ પર લગામ લાગશે અને આવકના નવા સ્ત્રોત ખૂલતા પગાર વધારા જેવી ખુશખબરી મળી શકે છે પરંતુ અનૈતિક રીતે ધન કમાવવાની લાલચથી દૂર રહેવું હિતાવહ છે.

કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે વેપાર અને કારકિર્દીના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાનો આ ઉત્તમ સમય ગણાશે. જે લોકો પોતાનો નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમના માટે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહેશે અને પારિવારિક વ્યવસાયમાં પણ વિસ્તરણની ઉજળી તકો દેખાઈ રહી છે. આ 138 દિવસો દરમિયાન માનસિક શાંતિ જળવાઈ રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાથી સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પણ ઓછી થશે.

મકર રાશિ: મકર રાશિના જાતકો માટે શનિનું વક્રી ભ્રમણ ત્રીજા ભાવમાં થવાનું હોવાથી આ સમયગાળો નોકરીયાત વર્ગ માટે પ્રગતિના દ્વાર ખોલશે. પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી નવી તકો મળી શકે છે અને આર્થિક ક્ષેત્રે મજબૂતી આવતા તમારા આત્મવિશ્વાસમાં અનેરો વધારો જોવા મળશે. મિલકત કે જમીનમાં રોકાણ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે અને કોઈ સારા સમાચાર મળવાથી તમારું મનોબળ આખું વર્ષ ઊંચું રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
