બાદશાહના જન્મદિવસનો જશ્ન, અડધી રાત્રે મન્નત બહાર પહોંચ્યા હજારો ચાહકો, લોકો પગે લાગવા લાગ્યા જુઓ

શાહરૂખ ખાન નામ તો સુના હી હોગા. કારણ કે આ નામ આખી દુનિયાના દિલો પર રાજ કરે છે. શાહરૂખનું વ્યક્તિત્વ જ એવું છે કે શું કહેવું. આમ તો થોડીના બધા શાહરૂખ ખાન બની જાય છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને હાલમાં જ પોતાનો 57મો જન્મદિવસ ઉજવ્યો. આવી સ્થિતિમાં હજારો ચાહકો મુંબઈમાં તેના બંગલા ‘મન્નત’ સામે તેને શુભેચ્છા આપવા આવ્યા હતા. મંગળવારે મોડી રાત્રે મન્નતની બહાર ઘણા જ ચાહકોની ભીડ એકઠી થયેલી હતી.

જ્યાં શાહરૂખ ખાનના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા હજારો ચાહકો પહોંચ્યા હતા. મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોમાંસના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનની ઘરના બહારનો રાતના 12 વાગ્યાનો નજારો જ કંઈક અનેરો હતો. ચાહકો મન્નત બંગલા બહાર શાહરૂખને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાને પણ ચાહકોને નિરાશ ન કર્યા અને બાહો ફેલાવી તેમનું સ્વાગત કર્યું.

મન્નત બહાર કેટલાક શાહરૂખ-શાહરુખની બૂમો પાડી રહ્યા હતા તો કેટલાક તેમને લવ યુ કહી રહ્યા હતા. કોઈ શાહરુખના નામનું બેનર લઈને ઊભું હતું. દરેક વ્યક્તિ કિંગ ખાનની માત્ર એક ઝલક માટે ઝંખતો હતો. શાહરુખે પણ કોઈને નિરાશ કર્યા નહિ. બાલ્કનીમાં આવીને તમામ ચાહકોનો તેમણે આભાર માન્યો. આ દરમિયાન તેનો નાનો દીકરો અબરામ પણ શાહરૂખ સાથે જોવા મળ્યો હતો. શાહરૂખે પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં પોઝ આપતા ચાહકોને ટ્રીટ આપી હતી.

શાહરૂખ ક્યારેક ફેન્સ માટે પોઝ આપતો હતો તો ક્યારેક આભાર વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શાહરૂખ કેઝ્યુઅલ ડેનિમ લુકમાં દેખાયો હતો, તેણે ડાર્ક ટી-શર્ટ સાથે જીન્સ પહેર્યુ હતુ. આ લુકમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. અબરામ પણ તેની સાથે ઉભો હતો, જે સફેદ ટી-શર્ટમાં ક્યૂટ લાગતો હતો. આ દરમિયાન શાહરૂખે ટેરેસ પર ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી. જણાવી દઈએ કે શાહરૂખનો જન્મદિવસ કોઈ તહેવારથી ઓછો નથી.

અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે બે દિવસ દુનિયાભરમાંથી ચાહકો મુંબઈ પહોંચી રહ્યા હતા. આ દરમિયાન ચાહકોએ આતશબાજી પણ કરી અને તેમના ફેવરિટ અભિનેતા માટે વી લવ શાહરૂખના નારા લગાવ્યા. આ દરમિયાન ચાહકોએ અભિનેતાની દરેક હિલચાલને કેમેરામાં કેદ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી. રોમાન્સ કિંગના નામથી ફેમસ શાહરૂખના દુનિયાભરમાં કરોડો ચાહકો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. પઠાનનું ટીઝર પણ શાહરૂખના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યુ, જેને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો. પઠાન સિવાય તેની પાસે વિજય સેતુપતિ અને નયનતારા સાથે એટલીની ફિલ્મ ‘જવાન’ પણ છે. આ સિવાય અભિનેતા પાસે તાપસી પન્નુ સાથે રાજકુમાર હિરાનીની ‘ડંકી’ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જુઓ વીડિયો :

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

Shah Jina