શાહરુખ ખાનના પોસ્ટર પર થયો દૂધનો અભિષેક, લોકો એ કર્યો ટ્રોલ
Shahrukh’s anointment with milk : શાહરૂખ ખાનની ફિલ્મ “જવાન” સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. પ્રથમ દિવસે જ ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરના સિનેમાઘરોની અંદર અને બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ જ કારણ છે કે જ્યારે આ ફિલ્મ આવી ત્યારે દર્શકો મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં પહોંચવા લાગ્યા. સાઉથથી લઈને હિન્દી પટ્ટામાં ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ છે.
શાહરુખનો દૂધથી અભિષેક :
આ દરમિયાન શાહરૂખના એક ફેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ખાનનો ફેન તેના કટ આઉટ પર દૂધ રેડતો જોવા મળી રહ્યો છે. આ સાથે તે શાહરૂખ ખાન ઝિંદાબાદના નારા પણ લગાવતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો હૈદરાબાદના રામકૃષ્ણ થિયેટરનો હોવાનું કહેવાય છે. શાહરુખ ખાન પર દર્શકોને એટલો પ્રેમ ઉભરાયો કે તેના પર દૂધથી અભિષેક કર્યો.
લોકોને પસંદ આવી ફિલ્મ :
‘પઠાણ’ની અપાર સફળતા બાદ શાહરૂખ એટલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મથી ફરી પડદા પર પાછો ફર્યો છે. આ ફિલ્મને લોકોએ અત્યાર સુધી સારા રિવ્યુ આપ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વીકેન્ડ પર ફિલ્મના બિઝનેસમાં જોરદાર તેજી આવી શકે છે. કિંગ ખાનના ફેન્સના આવા વીડિયોથી સોશિયલ મીડિયા ભરાઈ ગયું છે.
#WATCH | Fans of Shah Rukh Khan reached the Gaiety Galaxy Theatre in Mumbai, on the release of his film ‘Jawan’. pic.twitter.com/VCPnWw3MsS
— ANI (@ANI) September 7, 2023
ચાહકો છે ઉત્સાહમાં :
એક વીડિયોમાં આખું થિયેટર ફિલ્મના ગીત ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ પર ડાન્સ કરતું જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ‘જવાન’માં શાહરૂખ ખાન ડબલ રોલમાં છે, તેની સાથે નયનથારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ (કેમિયો), પ્રિયમણી અને સાન્યા મલ્હોત્રા પણ છે. ક્રિટિક્સે પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી છે.