ફેમસ સેલિબ્રિટીની લપસી જીભ, પ્રાઈ વેટ પાર્ટ અંગે કહી દીધી એવી વાત કે શરમથી લાલચોળ થઇ જશો

કોફી વિથ કરણ એક એવો ચેટ શો છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને જ્યાં ઘણી રસપ્રદ અને મસાલેદાર ગપસપ બહાર આવે છે. કરણ જોહરના આ ચેટ શોનો લેટેસ્ટ એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીની જોડી એકસાથે જોવા મળી રહી છે. આ પ્રોમો જોઈને દર્શકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે એપિસોડ ખૂબ જ રોમાંચક રહેવાનો છે. આ એપિસોડના પ્રોમોમાં જોઇ શકાય છે કે, કરણના એક અંગત સવાલ પર શાહિદની જીભ લપસી ગઈ અને તેણે કંઈક એવું કહ્યું કે કિયારા અને કરણ દંગ રહી ગયા.

કોફી વિથ કરણના એપિસોડમાં કરણે શાહિદને પૂછ્યું કે તેના અનુસાર તેના સૌથી મજા કરાવે એવું અંગ કયુ છે ? આના પર શાહિદે તરત જ કહ્યું કે એ ભાગ જે અત્યારે કેમેરામાં દેખાતો નથી. સ્વાભાવિક છે કે શાહિદ તેના પ્રાઈવેટ પાર્ટ વિશે વાત કરી રહ્યો છે અને તેનો જવાબ સાંભળીને કિયારા અને કરણ ચોંકી ગયા. તમને જણાવી દઈએ કે એપિસોડમાં જ્યારે કિયારા અડવાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કબૂલાત પણ કરી હતી કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તે નજીકના મિત્રો નથી પરંતુ તેના કરતા ઘણા વધારે છે. આ દિવસોમાં બી-ટાઉનમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના પ્રેમની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

બંને રિલેશનમાં છે, પણ અને આડકતરી રીતે તેમણે તેમના પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો છે. બંને મિત્રો કરતાં વધુ છે અને આ વાત હવે ખુલીને સામે આવી છે. એવું લાગે છે કે તેઓ હવે આ સંબંધને એક પગલું આગળ લઈ જવા માંગે છે. અને શાહિદ કપૂર દ્વારા એક મોટો સંકેત આપવામાં આવ્યો છે, જે આ અઠવાડિયે કિયારા સાથે કોફી વિથ કરણમાં જોવા મળશે. કિયારા આ પ્રોમોમાં કહેતી જોવા મળે છે કે તે અને સિદ્ધાર્થ મિત્રો કરતાં વધારે છે. બીજી તરફ, શાહિદ તેમના સંબંધો વિશે એક મોટી જાહેરાત કરતો જોવા મળે છે,

જે વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. સાથે જ ખાસ વાત એ છે કે આ જાહેરાત તેની ફિલ્મ વિશે નહીં હોય. તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થની શેરશાહ ગયા વર્ષે રિલીઝ થઈ હતી જે જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. કહેવાય છે કે બંનેની લવસ્ટોરી સેટ પરથી જ શરૂ થઈ હતી. જો કે થોડા સમય પહેલા તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને ખૂબ નિરાશ કર્યા હતા, પરંતુ બંને લાંબા સમય સુધી અલગ રહી શક્યા ન હતા અને તેમની ફરિયાદો ભૂલી ગયા હતા અને ફરીથી સાથે આવી ગયા હતા. હવે તેઓ ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે કે સગાઈ, તે જોવું રસપ્રદ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

Shah Jina