શબનમના ‘રામ’ : મુંબઇથી પગપાળા અયોધ્યા માટે નીકળી છે મુસ્લિમ છોકરી, 1400 કિમીથી વધારેની કરશે સફર…કહ્યુ- રામ તો બધાના છે

રામલલાના દર્શન માટે મુંબઇથી પગપાળા નીકળી મુસ્લિમ મહિલા, લગાવ્યા જય શ્રી રામના નારા

ભગવાન રામની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. રામ મંદિરની સ્થાપનાને યાદગાર બનાવવા માટે લોકો પોતપોતાની રીતે અલગ-અલગ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલમાં મુંબઈની એક મુસ્લિમ યુવતીની કહાની આ દિવસોમાં ચર્ચામાં છે. જેનું નામ છે શબનમ. તે મુંબઈથી અયોધ્યાની યાત્રા માટે રવાના થઈ ગઈ છે અને એ પણ પગપાળા.

તે 1425 કિલોમીટરનું અંતર કાપવાની છે, શબનમનું માનવું છે કે ભગવાન રામની પૂજા કરવા માટે હિન્દુ હોવું જરૂરી નથી. શબનમની સાથે આ સફરમાં રમણ રાજ શર્મા અને વિનીત પાંડે પણ સામેલ છે. શબનમે 21મી ડિસેમ્બરે પોતાના મિત્રો સાથે આ સફર શરૂ કરી હતી. ત્રણેય દરરોજ 25-30 કિલોમીટરની મુસાફરી કરે છે. અડધાથી વધુ પ્રવાસ તેમનો પૂર્ણ થઈ ચૂક્યો છે. રિપોર્ટ અનુસાર, શબનમનું માનવું છે કે ભગવાન રામની પૂજા કોઈ ખાસ ધર્મ કે પ્રદેશ સુધી મર્યાદિત નથી.

તે કહે છે કે રામની ભક્તિ માટે સારા વ્યક્તિ બનવું જરૂરી છે. મીડિયા સાથે વાત કરતા શબનમે કહ્યું- ‘ભગવાન રામ બધાના છે. તેમની જાતિ કે ધર્મ ગમે તે હોય. શબનમની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે. બંને સમાજના લોકો તરફથી તેને ઘણો પ્રેમ મળી રહ્યો છે. કેટલીક નકારાત્મક કમેન્ટ્સ આવી રહી છે પરંતુ શબનમ તેનાથી પરેશાન નથી. તે રામ મંદિર જવા માટે ઉત્સાહિત છે.

પોલીસે આ યાત્રા દરમિયાન શબનમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. પોલીસે ભોજનની વ્યવસ્થા કરવામાં પણ તેની મદદ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શબનમ ભગવાન રામની સાથે ભગવાન કૃષ્ણને પણ માને છે. તે બાળપણમાં રામાયણ અને મહાભારત જેવી પૌરાણિક સિરિયલો જોઈને મોટી થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Shabnam Shaikh (@shernishaikh8291)

Shah Jina