પ્રાણીસંગ્રહાલયમાં અચાનક પાણીમાંથી બહાર આવી લોકોની સામે આવ્યો હિપ્પો, સિક્યોરિટી ગાર્ડે મારી થપ્પડ

હિપ્પોપોટેમસ એક એવું પ્રાણી છે જેનું મોં ખુબ જ મજબૂત અને મોટું હોય છે, એકવારમાં તે તરબૂચ જેવા ફ્રૂટને પણ મોં માં લઇ લે છે. એકવાર તેની પકડમાં આવી ગયા પછી તેનાથી છુટવું ખુબ મુશ્કેલ છે. એવામાં તાજેતરના દિવસોમાં હિપ્પોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો દિલ્લીના એક પ્રાણીસંગ્રહાલયનો જણાવામાં આવ્યો છે. જ્યાં એક હિપ્પો અચાનક પાણીની બહાર નીકળીને પોતાના વિસ્તારમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હોય છે. પણ પછી સિક્યોરિટી ગાર્ડે એવું કામ કર્યું કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું. આ વીડિયો ઘણા સમય પહેલાનો છે પણ તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વીડિયોને અમુક જ સમયમાં લાખો લોકો દ્વારા જોવામાં આવી ચુક્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હિપ્પો પોતાનું મોં ખોલીને પાણીની બહાર આવવાની કોશિશ કરી રહ્યો હોય છે અને આસપાસના લોકોની તરફ જવાની કોશિશ કરી રહ્યો હોય છે. હિપ્પોને જોઈને ત્યાં હાજર લોકો ભયભીત થઇ જાય છે પણ સિક્યોરિટી ગાર્ડ ગભરાયા વગર તેની નજક આવે છે અને હિપ્પોને ખીજાવા લાગે છે અને તેના મોં પર થપ્પડ મારીને તેને અંદર મોકલી દે છે. હિપ્પો ચુપચાપ પાણીમાં જતો રહે છે.

વીડિયો પર લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.અમુક લોકોને સિક્યોરિટી દ્વારા હિપ્પોને આવી રીતે મારવું યોગ્ય ન લાગ્યું જ્યારે અમુક લોકો સિક્યોરિટીના આ કામની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે હિપ્પોથી લોકોને બચાવ્યા છે. અમુક લોકો વીડિયોને ખુબ ક્યૂટ ગણી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે અહીં હિપ્પોના વિસ્તારની આસપાસ જાળી લગાવવી જોઈએ કેમ કે હિપ્પો ખુબ જ ખાતરનાક પ્રાણી છે અને તેનાથી લોકોને ખતરો થઇ શકે છે.

જુઓ હિપ્પોનો વીડિયો…

Krishna Patel