9 ઓક્ટોબરે શનિદેવનું મોટું નક્ષત્ર પરિવર્તન: ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશતાં જ આ 4 રાશિઓનો ગોલ્ડન પિરિયડ થશે શરૂ

વૈદિક જ્યોતિષમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવ 9 ઓક્ટોબર 2026ના રોજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળી પોતાના જ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. પોતાના જ નક્ષત્રમાં શનિનો પ્રવેશ અત્યંત પ્રભાવશાળી અને ફળદાયી માનવામાં આવે છે, જેના કારણે વર્ષોથી અટવાયેલા કાર્યોને ઝડપી ગતિ મળશે. આ મહત્વપૂર્ણ નક્ષત્ર પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્ય બદલનારો અને આર્થિક સમૃદ્ધિ લાવનારો સાબિત થશે.

1. વૃષભ રાશિ
શુક્ર સ્વામી ધરાવતી આ રાશિ માટે શનિનું આ ગોચર કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ અને મોટા પદનો લાભ લાવશે. નોકરીયાતો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ બનશે. નવો વેપાર શરૂ કરવા કે વિદેશી કામકાજ માટે ઈચ્છુક લોકોને સફળતા મળશે અને અટકેલા નાણાં પરત મળતાં આર્થિક સ્થિતિ મજબૂત થશે.

2. મિથુન રાશિ
ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું ગોચર મિથુન રાશિના ભાગ્ય અને કર્મક્ષેત્રને મજબૂત બનાવશે, જેથી તમામ યોજનાઓ વિના વિઘ્ને પૂર્ણ થશે. શેર માર્કેટ, પ્રોપર્ટી કે પાર્ટનરશિપ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને બમ્પર આર્થિક લાભ થશે અને સમાજમાં માન-સન્માન વધશે.

3. કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન આવકના નવા સ્ત્રોત ઊભા કરશે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી સારું રિટર્ન મળશે અને કોર્ટ-કચેરી કે પેતૃક સંપત્તિના વિવાદોનો સકારાત્મક ઉકેલ આવશે. નવા પ્રોજેક્ટ્સ મળવાથી ધનનો પ્રવાહ વધશે અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

4. કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી સ્વયં શનિદેવ હોવાથી અને પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરતા હોવાથી ભૂતકાળમાં કરેલી કઠિન મહેનતનું ઉત્તમ ફળ મળશે. નિર્ણય લેવાની ક્ષમતા સુધરતાં વ્યાપારિક ડીલ્સમાં મોટો ફાયદો થશે. આ સમયગાળામાં આવક વધવાની સાથે બચતમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

આ મહિને 4 મોટા રાજયોગ સાથે ગુરુ ગોચર: આ 4 રાશિના જાતકોના જીવનમાં ધન, કરિયર અને પ્રગતિના શુભ યોગ

Next Article

121 દિવસ સુધી ગુરૂની વક્રી ચાલ: આ 6 રાશિઓનું ચમકશે નસીબ, થશે અપરંપાર ધનવર્ષા!

error: Protected Content!